GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત અર્થવ્યવસ્થા: પરંપરા થી પ્રગતિ સુધી” વિષય પર વિશેષ સંવાદતા. 18-04-2026, શનિવાર સાંજે 07:00 વાગ્યે ગૌ આધારિત અર્થવ્યવસ્થા, પશુપાલન વ્યવસ્થાપન, બાયોગેસ અને કૃષિ સાથે સંકળાયેલા ડૉ. મહેન્દ્ર કુમાર ગર્ગ સાથે સંવાદ

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા ગૌ આધારિત અર્થવ્યવસ્થા, પશુપાલન વ્યવસ્થાપન, બાયોગેસ અને કૃષિ સાથે સંકળાયેલા ડૉ. મહેન્દ્ર કુમાર ગર્ગ સાથે તા. 18-04-2026, શનિવાર સાંજે 07:00 વાગ્યે “ગૌ આધારિત અર્થવ્યવસ્થા: પરંપરા થી પ્રગતિ સુધી” વિષય પર વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. મહેન્દ્ર કુમાર ગર્ગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કોટા ખાતે પ્રોફેસર તરીકે લાંબા સમય સુધી સેવા આપી ચૂક્યા છે. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સંશોધન, શિક્ષણ અને ગ્રામિણ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હાલમાં તેઓ બાયોગેસ ક્ષેત્રમાં કન્સલ્ટન્ટ તરીકે UIT, કોટા સાથે જોડાયેલા છે અને અગાઉ તેઓ રાષ્ટ્રીય કામધેનુ આયોગ સાથે ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે પણ કાર્યરત રહ્યા છે. ડૉ. ગર્ગનો વિશેષ અભ્યાસક્ષેત્ર ગૌ આધારિત અર્થવ્યવસ્થા, પશુપાલન વ્યવસ્થાપન, બાયોગેસ અને કૃષિ સાથે સંકળાયેલા સ્થાયી વિકાસ મોડલ્સ છે. તેઓ પોતાના અનુભવો અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ખેડૂતો અને યુવાનોને પ્રેરણા આપતા રહ્યા છે.
આ સંવાદ દરમિયાન ડૉ. મહેન્દ્ર ગર્ગ ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓ જેમ કે ગ્રામિણ વિકાસ, પશુપાલનની હાલની સ્થિતિ, ખેડૂતોને આવતા પડકારો તેમજ તે માટેના વ્યવહારૂ ઉકેલો વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, યુવાનો માટે ગૌ આધારિત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાના અવસરો અંગે પણ પ્રેરણાત્મક માર્ગદર્શન આપશે. ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો, ગૌ આધારિત ઉત્પાદન દ્વારા આવકમાં વધારો અને સામાજિક-આર્થિક વિકાસમાં ગાય ની અગત્યની ભૂમિકા વિષે પણ પ્રકાશ પાડવામાં આવશે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. 98242 21999, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. 98257 05813 શ્રી પુરીશ કુમાર મો. 63933 03738 અને તેજસ ચોટલીયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































