AWBI એવોર્ડ્સ ફોર એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન – 2024”માં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના ગૌ પ્રોડક્ટસના સ્ટોલની મુલાકાતે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્ય મંત્રીશ્રી, પ્રોફ.એસ.પી.સિંહ બઘેલ અને શ્રી જૉર્જ કુરિયન.

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય જીવ-જંતુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા આયોજિત “પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર” સમારોહમાં ગ્લોબલ કનફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ગૌ આધારિત ઉદ્યોગો અને ઉત્પાદનોના પ્રદર્શન સાથે ઉત્સાહસભર ભાગ લીધો હતો. આ અવસર પર ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રીશ્રી, પ્રોફ.એસ.પી.સિંહ બઘેલ અને શ્રી જૉર્જ કુરિયન દ્વારા GCCIના સ્ટોલની મુલાકાત લઈ ગૌ-આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયોગોની ખૂબ પ્રશંસા કરી. વિશેષમાં જણાવ્યું કે, ગૌ આધારિત ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને કૃષિને મજબૂત બનાવવાનો એક શક્તિશાળી માર્ગ છે. તેમણે GCCI દ્વારા ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કરાયેલી આ પહેલને અભિનંદન પાઠવ્યા અને ગૌ-ઉત્પાદનોના વ્યાપને વધારવા પર ભાર મૂક્યો.
GCCIના સ્ટોલમાં ગૌશાળાઓની આત્મનિર્ભરતા માટે વિકસાવવામાં આવેલા વિવિધ ગૌ-આધારિત ઉત્પાદનો, જેમ કે ગૌમૂત્ર અને પંચગવ્ય આધારિત ઓર્ગેનિક ઉત્પાદનો, કુદરતી ખાતર, ધૂપ, દીવા, આરોગ્ય માટેના ઉત્પાદનો તથા અન્ય પર્યાવરણમૈત્રીક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓએ ખાસ કરીને ભારતીય પરંપરાને આધારે ગૌ-ઉત્પાદનો અને નવા નવાચાર પ્રયોગો અંગે વિશેષ રસ દર્શાવ્યો હતો.
GCCIના ડાયરેક્ટર શ્રી મિત્તલ ખેતાણીએ જણાવ્યું “ગૌ આધારિત ઉદ્યોગો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ ગ્રામ્ય અર્થતંત્ર અને સાતત્ય વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. GCCI દ્વારા ગૌ ઉદ્યોગોને એક વૈશ્વિક મંચ પર પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે જાહેર જનતાને ગૌ-આધારિત ઉદ્યોગોને અપનાવવાની અપીલ કરી અને આ પ્રકલ્પ માટે સહકાર આપવા જણાવ્યું. GCCI આગામી સમયમાં ગૌ આધારિત ઉદ્યોગોના વિકાસ, પ્રચાર-પ્રસાર અને સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા કટિબદ્ધ છે. ગૌ-સેવાને એક આત્મનિર્ભર ચળવળ બનાવીએ, જે ગૌમાતા અને દેશની અર્થવ્યવસ્થા માટે લાભદાયી સાબિત થશે.
GCCIની આગામી પહેલ વિશે વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.