તા. 24 મે, શનિવારના રોજ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ ૧૦૦ થી વધુ વ્હીલચેર વિનામૂલ્ય વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગ થી કરવાંમાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણી ના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીજનમાં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળ માં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે.
કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ શાહ (જરીવાલા) (M.99204 94433) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.