પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) પોતાના પત્ની મુકતાબેન વાસાણી ના જન્મદિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી.

રાજકોટના ઉદ્યોગપતિ ટર્બો બેરિંગ વાળા પ્રતાપભાઈ પટેલના ધર્મપત્ની મુકતાબેન પી. વાસાણી ના ૮૧ માં જન્મદિવસે મિત્ર સર્કલ ના સ્નેહ મિલનનું આયોજન કરી અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ કરવામાં સૌથી વધુ મહત્વ હોય એવા અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું યોગ્ય જતન કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ૧૧ લાખ રૂપિયાનું ચેકડેમ બનાવવાની જાહેરાત કરી જન્મદિવસની ઉજવણી, આ જ રીતે સમાજના લોકો પોતાના જીવનમાં સંપૂર્ણ નિરોગી રહેવા માટે અને પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા સાથે દેશની આર્થિક સમૃદ્ધિમાં સૌથી જો ઉત્તમ કાય હોય તો તે વરસાદનું અમૃત સમાન શુદ્ધ પાણી છે, અને આ કાર્ય માટે સમાજના દરેક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને ઉપભોક્તાઓ જોડાઈ જાય તેવી પ્રતાપભાઈ પટેલે લોકોને અપીલ કરી છે. રાજકોટના ઉદ્યોગપતિ ટર્બો બેરિંગ વાળા પ્રતાપભાઈ પટેલ ૮૫ વર્ષની ઉમરે પણ વહેલી સવારથી સાંજ સુધી સતત પાણી માટે ચિંતા કરતા હોઈ છે, અને સમાજના લોકો આ ઉતમ કાર્યમાં જોડાઈ તેના માટે કાર્ય કરી રહ્યા છે. અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે. આ સ્નેહ મિલનમાં માં ઉપસ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, જેન્તીભાઈ સરધારા, રાજુભાઈ વાસાણી, પરેશભાઈ વાસાણી, ધીરુભાઈ કાનાબાર, દેવાણીભાઈ, ગીરીશભાઈ ભીમાણી, , ભરતભાઈ પરસાણા, ભરતભાઈ ભુવા, ભરતભાઈ ટીલવા, મનુભાઈ પટેલ, સતિષભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટીયા, આર એફઓ વરસાણી સાહેબ, ગુણુભાઈ ડેલાવાળા, પરસોતમભાઈ કમાણી, ગિરધરભાઈ રૈયાણી, શિવલાલભાઈ અદ્રોજા, મુકેશભાઈ ગાજીપરા, હરેશભાઈ પરસાણા, માધુભાઈ પાંભર, તેમજ સગાસંબંધી હાજર રહયા હતા.