ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના આર્થિક સહયોગથી યાર્ડમાં બોરરીચાર્જ કરવામાં આવ્યા.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરૂપે A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ માં બોર રીચાર્જની શરૂઆત કરી.
A.P.M.C. (માર્કેટિંગ યાર્ડ) રાજકોટ ના ચેરમેન જયેશભાઈ બોઘરા એ જણાવેલ કે સરકાર દ્વારા પાણી નું મહત્વ વધારે આપવામાં આવે છે તો માનવ સાથે સૃષ્ટિ ના દરેક જીવનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોઈ તો વરસાદી શુદ્ધ પાણી નું યોગ્ય જતન કરવા જણાવેલ કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાનમાં વધુમાં વધુ રીચાર્જ બોર કરીને જમીનમાં વરસાદી પીવાલાયક શુદ્ધ પાણી જમીનમાં ઉતરે તેનાથી લોકો નીરોગી રહે તેના માટે શુધ્ધ પાણી મળે તેથી દરેકલોકો આ કાર્યમાં જોડાશે.
તેમજ તેમના ડીરેક્ટરો દ્વારા વધુમાં વધુ લોકો વરસાદી પાણી ને યોગ્ય જતન કરે તો ભવિષ્યમાં પાણીની તંગી ઉભી ન થાય તેવું જણાવેલ.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૧૧ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે, તેમાંથી રાજકોટ ઇન્ડસ્ટ્રીસ, સ્કૂલો, તેમજ જેતપુર સાડીઓ ના કારખાના માં અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અનેક રીચાર્જ બોર કરેલ છે.
આ કાર્ય ને વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા,પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, બાબુભાઈ તેજાણી, ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન વિજયભાઈ કોરાટ, ડીરેક્ટરશ્રી રાજુભાઈ થાવરિયા, કેશુભાઈ નંદાણીયા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, કૌશિકભાઈ સરધારા, વિઠ્ઠલભાઈ બાલધા,ગોપાલભાઈ બાલધા, તેમજ અન્ય વેપારીઓ અને ખેડૂત ભાઈઓ હાજર રહયા હતા.