લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું

અક્ષર આરાધકને શબ્દની સ્મરણાંજલિ અપાઈ
સૌને આભાર વ્યક્ત કરતા -જયદાન જીતુદાન ગઢવી
મેરાણ ગઢવી, અનુભા (બાવળી), પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય ખ્યાતનામ ધુરંધરો ડાયરામાં જમાવટ કરી
લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય ખ્યાતનામ ધુરંધરોએ સ્વ. જીતુદાન ગઢવીને હદય પૂર્વક શબ્દ સ્વરૂપે સ્મરણાંજલિ આપી હતી અને ડાયરામાં જમાવટ કરીને લોકોને લોક્સાહિત્ય અને ચારણી સાહિત્યનો અદભૂત રસ પીરસ્યો હતો. રાજકોટના લોકલાડીલા ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી. લોક ડાયરાને પુરૂષોતમ રૂપાલાજી (સાંસદશ્રી રાજકોટ), દિલીપભાઈ સંઘાણી (ઈફકો, ચેરમેન), વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), નયનાબેન પેઢડીયા (મેયર- રાજકોટ), નરેન્દ્રસિંહ જાડેજા (ડેપ્યુટી મેયર), જયમીનભાઈ ઠાકર (સ્ટેન્ડીં ગ ચેરમેન, રાજકોટ), નીતિનભાઈ ભારદ્રાજ, નરેશભાઈ પટેલ (ખોડલધામ), શામજીભાઈ ખુંટ (પીપલ્સ કો.ઓપ. બેંકના ચેરમેન), રાજદિપસિંહ જાડેજા (રીબડા), મિતલ ખેતાણી (શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ), ડો. યજ્ઞેશ જોષી (પ્રાધ્યાપક), ડો. બળવંત જાની, રામકુભાઈ ખાચર, જયેશભાઈ લોઢીયા, બકુલભાઈ સોરઠીયા (ખોડલધામ), રાજેન્દ્રસિંહ જાડેજા (ખીરસરા), મયુરધ્વજસિંહ જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), દિનેશભાઈ વિરાણી (ઉત્સવ ગ્રુપ), મનુભાઈ વઘાસીયા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં નાના એવા ગામ વાંકાનેરમાં સ્વ.હરીસંગભાઈ તથા દોલતબાના કુખે જન્મેલ જીતુદાન ગઢવીનો જન્મ થયેલ, નાનપણથી જ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં રૂચી ધરાવતા, એ જમાનામાં કૃષિ ડીપ્લોમાંનું ભણતર પૂરું કરીને, ૧૭ વર્ષ જેટલો સમય સૌરાષ્ટ્રના જુદા-જુદા ગામડાઓમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવી પણ તેમનો મુળ જીવ લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં પરોવાયેલ હોવાથી આશરે ૫૦ વર્ષ પહેલા લોકડાયરાની શરૂઆત કરી સમગ્ર વિશ્વમાં ચારણી સાહિત્યને ગુંજતુ કર્યું હતું. સ્વ. જીતુદાન ગઢવીનાં પુત્ર જયદાન ગઢવીએ ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, રાજકીય મહાનુભાવો, રાજકોટની ડાયરા પ્રેમી જનતા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા સહિતનાઓનો આભાર માન્યો હતો.
- જયદાન જીતુદાન ગઢવી – મો. 99744 10624