#Blog

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહની રજુઆતને સફળતા.ગુજરાત સરકારશ્રીનો આભાર માનતા ડો. ગિરીશ શાહ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં  મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ દ્વારા ગુજરાત સરકારશ્રીને વલભીપુરથી સોનગઢ જવાનાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે રજુઆતને અનુસંધાને સરકારશ્રી દ્વારા વલભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવામાં આવી રહ્યો છે, જે બદલ ડો. ગિરીશ શાહે ગુજરાત સરકારશ્રીનો આભાર માન્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, વલભીપુરથી સોનગઢ જવાનો ટુંકો રસ્તો જે 12 વર્ષથી બિસ્માર હાલતમાં હતો અને રિપેર કરવામાં આવેલ ન હતો. સમસ્ત મહાજનનાં  મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહને આ બાબત ધ્યાન ઉપર આવતા તેઓએ ગુજરાત સરકારશ્રીમાં રસ્તાને રીપેર કરવા માટે રજૂઆત કરેલ હતી. તેમના પ્રયત્નોથી ગુજરાત સરકારશ્રી દ્વારા રૂપિયા 40 કરોડના ખર્ચે રસ્તાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ રસ્તો વલભીપુરથી પાટી, ચોગઠ, ડભાલિયા થઈને સોનગઢ, જેમાં એક પુલની પણ વ્યસ્વથા કરવામાં આવશે. જેનાથી સાધુ – સાધ્વીજી ભગવંત ને વિહાર કરવામાં સરળતા રહેશે.

તેમજ અન્ય રસ્તા તળેટીથી રોહિશાલા, હસ્તગીરી અને આદપરના પણ પ્રોજેક્ટ ફાઇનલ થઈ ગયા છે. નજીકના દિવસોમાં મંજૂરી પણ આવી જશે. રસ્તા બાબતે જલ્દીથી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને ઝડપથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે પાલિતાણાના તમામ સ્ટેટ હાઇવે જ્યાં ઉબડખાબડ છે તે તમામ રસ્તાને બનાવાના/ રિસરફેસ કરવાના વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યા છે અને બધાજ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે અને જલ્દીથી રસ્તા રિસરફેસ કરવામાં આવશે.

સમસ્ત મહાજનનાં  મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે ગુજરાત સરકારશ્રીનો વલભીપુરથી સોનગઢ જવાના રસ્તાને રીપેર કરવાની કામગીરી શરુ કરવા બદલ આભાર માન્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *