વડવાઓને પિતૃ માસમાં લોટો લઈને પાણી પાવા જવા કરતા સુંદર મજાનો વડવાઓની તૃપ્તિ માટે આજીવન યાદીમાં તેમની સુંદર મજાનો ચેકડેમ બનાવીએ અને કાયમી યાદગાર બનાવીએ.

સમગ્ર જૈન સમાજ પર્યુષણ નિમિત્તે ખૂબ દાન પુન નું મહત્વ હોઈ છે,
તેથી સૌથી જો ઉત્તમ દાન હોય તો ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને પાણી મળી રહે તેના માટે ચેકડેમ અચૂક બનાવવો જોઈએ.
ભાદરવો મહિનો એટલે પિતૃનો મહિનો એટલે કે આપણા વડવાઓને તૃપ્તિ માટે લોટો લઈ ને પાણી પાવા જવું ખરેખર આપણે વિચારીએ કે આપણા પરિવારનો આધાર સ્તંભ હોય અને આખા પરિવાર માટે ખૂબ શુખ શાંતિ અને સમૃદ્ધિ આપતા ગયા હોય એની વિદાય થાય ત્યારે પરિવાર માટે ખરેખર ઋણ સ્વીકારવાનો સમય હોય છે, આવા સમયે જ્યારે પિતૃ માસ આવતો હોય અને આજીવન જો એની યાદી રાખવી હોય ત્યારે આપણે એને માત્ર લોટો લઈને પાણી પાવા માટે નહીં પણ આખો સરસ મજાનું સુંદર ચેકડેમ હોય અને એની અંદર આ સૃષ્ટિ પરના પ્રકૃતિ ખીલી ઉઠે અને અનેક જીવ-જંતુ, પશુ-પક્ષી અને પરિવારની રક્ષા થાય એવું આયોજન કરીએ તો ખરેખર આપણા પિતૃઓને એટલે કે આપણા વડવાઓને ખૂબ આનંદ થશે કે જેમને પરિવારને વારસો આપ્યો એ મારા પરિવાર એ મારી યાદીમાં સૃષ્ટિના અનેક જીવોની રક્ષા માટે એક સુંદર મજાનો ગામના વિકાસ માટે ચેકડેમ બનાવ્યો જેનાથી પરિવારની ગામની અને દેશની આવકમાં આર્થિક સમૃદ્ધિમાં ખૂબ વધારો થશે તો દરેક લોકો આ પિતૃમાસમાં આવા કાર્યમાં જોડાઈ જાય આજ રીતે સમગ્ર જૈન સમાજ પર્યુષણ નિમિત્તે ખૂબ દાન પુન નું મહત્વ હોઈ છે, તેથી સૌથી જો ઉત્તમ દાન હોય તો ખરેખર સમગ્ર જીવસૃષ્ટિને પાણી મળી રહે તેના માટે ચેકડેમ અચૂક બનાવવો જોઈએ. તેનાથી વિશ્વ ક્રાંતિ થઈ શકે તેમ છે. તો આ કાર્યમાં સમાજના ભામાંસાઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો અને ધર્માત્માઓએ પહેલ કરવી અતિ જરૂરી છે. જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેકડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે