ચરખા ગામના ખેડૂતોએ વિધા દીઠ રૂ. ૫૦૦/- આપી અને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામના દરેક ચેકડેમનો જીર્ણોધાર કરવાની પહેલ.ગુજરાત BJP ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા બહેનના ગામમાં ખેડૂતોનો ઉત્સાહ વધારેલ.

અમરેલી જીલ્લાના ચરખા ગામના લોકો દ્વારાસંપૂર્ણ લોકભાગીદારીથી ગામના ખેડૂતો ની લગભગ 20,000 વીઘા જમીન ને પાણીદાર બનાવવા માટે વીઘા દીઠ ₹500 કાઢી 1 કરોડ રૂપિયા જેવું ફંડ એકઠું કરવાનું નિર્ધાર કરેલ, જેમાં ગામના અલગ અલગ ખેડૂતો દ્વારા અલગથી પણ અમુક ફંડ આપવાનું નક્કી થયેલ છે, તેમાં આજ ગામના વતની જહરા ફાઉનડેશનના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ રાદડિયા હાલ અમદાવાદ છે, અને તેને ગામના ખેડૂતો જેટલું ફંડ કાઢે એટલું ફંડ સામે પોતે આપી અને ચરખા ગામને કાયમી પાણીના દુષ્કાળથી મુક્તિ અપાવી એવું નક્કી કરેલ છે, જેથી ગામની સીમમાં 30 થી વધુ ચેકડેમોને રીપેરીંગ,ઊંચા,ઊંડા તેમજ નવા બનાવવામાં આવશે.
ચરખા ગામના ખેડૂતોના સંકલ્પ કર્યો છે કે, જગતનો તાત ધારે તો દુનિયાનું કોઈ પણ કામ અશક્ય નથી આ રીતે ગામના ખેડૂતો અને ગામમાંથી સહેરમાં વસતા ઉદ્યોગપતિ દાતાશ્રીઓના સામૂહિક પ્રયાસોથી મોટી સમસ્યાઓનું ઉકેલ લાવી શકાય છે. ચેકડેમ જીર્ણોધાર થવાથી ખેતી માટે પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે.તેથી વરસાદી પાણીનો ઉપયોગ થવાથી પરંપરાગત ખેતીના ઉત્પાદનમાં ખુબ મોટો વધારો થશે.આ ઉપક્રમથી માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન અને ગામના રહેવાસીઓનું જીવનસ્તર પણ ઊંચું આવશે. આ પહેલથ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા જળ સંરક્ષણ અભિયાનમાં અનેક ગામડાઓના ખેડૂતો જોડાઈ તો પાણી પ્રશ્ન કાયમી માટે હલ થાઈ.
ચરખા ગામના ખેડૂતો દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક કમિટીનું આયોજન કરવામાં આવેલ છે, જે ખેડૂતની જમીનના વિધા દીઠ રૂપિયા ૫૦૦ અને દાતાઓ તરફથી મળતી રકમનો સંપૂર્ણ હિશાબ કિતાબ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે રહીને કાર્ય કરવામાં આવશે.
આ મિટિંગ માં ઉપસ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જહરા ફાઉનડેશનના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ રાદડિયા, બાંભણીયા ના સરપંચશ્રી લાલભાઈ ભુવા, દેવગામ સરપંચશ્રી અરવિંદભાઈ લાવડીયા, સંજયભાઈ વાળા, નરેશભાઈ પાનસુરિયા, મગનભાઈ રૂપારેલીયા, મહેશભાઈ રૂપારેલીયા, જયસુખભાઈ હિરાણી, ભુપતભાઈ રાખોલીયા, રમેશભાઈ કુંભાણી, નિલેશભાઈ શિયાણી, ગોવિંદભાઈ શિયાણી, આંબાભાઈ શિયાણી, જયસુખભાઈ ધાનાણી, બાબુભાઈ કુંભાણી, મધુભાઈ કુંભાણી, છગનભાઈ શિયાણી, પરબતભાઈ પાનસુરીયા, રામદેવપીર મંદિર, વિનુભાઈ કથીરિયા, ભુપતભાઈ રામોલિયા, કાળુભાઈ શિયાણી, મુકેશભાઈ પરસાણા, અશોકભાઈ ભીમાણી, ખોડાભાઈ પેથાણી, રમેશભાઈ ભારદિયા, ભરતભાઈ નાકરાણી, ભરતભાઈ કુવાડીયા, લાલાભાઇ ભરવાડ, ગોપાલભાઈ ભરવાડ, કેવલભાઈ કુવાડીયા, કાનજીભાઈ શિયાણી, વિશાલભાઈ ગજેરા, રમેશભાઈ કુંભાણી, ભગાભાઈ કુંભાણી, નીતિનભાઈ શિયાણી, જયસુખભાઈ હિરાણી જેવા ભાઈઓ હાજર રહીને આ કાર્યને વેગ આપશે.