ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની વરસાદી પાણીના જતનની કાર્ય પદ્ધતિની માહિતી મેળવતા ગુજરાતના રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રતજી.

સમગ્ર પર્યાવરણ અને જીવસૃષ્ટી ની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના અભિયાનના વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરવા માટે બોર,કુવા રીચાર્જ અને ચેકડેમ રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા ચેકડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી બનાવવાના કાર્યની માહિતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આપતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ઠક્કર, મહેશભાઈ સેગલીયા, અમરભાઈ વગેરે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણીનું યોગ્ય જતનનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો બનાવવાનો સંકલ્પ કરેલ છે.