ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ
ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન
સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વપ્રસિદ્ધ કવિ, વક્તા અને તત્ત્વચિંતક ડૉ. કુમાર વિશ્વાસની ત્રણ-દિવસીય ‘જલ કથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે 7 થી 12 દરમિયાન યોજાનાર આ જલકથાના પાસનું વિતરણ શહેરના જુદા જુદા વોર્ડના મંદિરો પરથી થશે. આ જલકથામાં દોઢ લાખથી વધુ શ્રોતાઓ ઉમટવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, જળસંચયના મહાઅભિયાનને સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવા માટે 1,11,111 જળસંચય સ્ટ્રક્ચર્સ તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ટ્રસ્ટે જળસંચયના લગભગ 8,500થી વધુ સ્ટ્રક્ચર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કથાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવી અને જળસંચયના કાર્ય માટે સમાજશ્રેષ્ઠીઓનું અનુદાન મેળવી કાર્યને વધુ વેગ આપવાનો કથાનો મુખ્ય ઉદ્દેશ છે.
કથાની વ્યાસપીઠ પર વિશ્વપ્રસિદ્ધ ભારતીય હિન્દી કવિ, તત્ત્વચિંતક અને પ્રેરક વક્તા ડો. કુમાર વિશ્વાસ બિરાજશે. તેઓ રાજકોટમાં યોજાનારી આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણ (શ્યામ) સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મૂકશે. સાથે જ, તેઓ જળસંચયની તાત્કાલિક જરૂરિયાત અને તેના મહત્વ અંગે જાગૃતિનો સંદેશ પણ આપશે.
ડો. કુમાર વિશ્વાસની 'જલકથા : અપને અપને શ્યામ કી'ના વિનામૂલ્યે પાસનું વિતરણ1 ) વૃંદાવન ડેરી – મિલપરા રોડ / નાના મૌવા સર્કલ.
2 ) V square ફર્નીચર – યુનિવર્સિટી રોડ.
3 ) બેન્ઞાલ સ્વિટ્સ – જીવરાજ પાર્ક, સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સ.
બીજી બ્રાંચ – kkv સર્કલ.
4 ) Thia Organic – સત્યસાંઈ રોડ.
5 ) સહેલી ડ્રેસિસ – હનુમાનમઢી પાસે , રૈયા રોડ.
6 ) વનઔષધિ કેન્દ્ર – એસ્ટ્રોન ચોક.
7 ) માતૃશ્રી માર્કેટીંગ – પેડક રોડ.
8 ) પટેલ મોબાઇલ – શાસ્ત્રી નગર અજમેરા , નાના મૌવા રોડ.
9 ) દેવકૃપા મેડિસિન – બાલાજી હોલ પાસે.
10 ) સોલ હાર્ડવેર – ડાયમંડ પ્લાઝા , સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે.
11 ) વનગંગા વન ઔષધિ કેન્દ્ર – ટાગોર રોડ કેન્દ્ર. એસ્ટ્રોન ચોક પાસે.
12 ) બોલબાલા કાર્યાલય – મિલપરા રોડ.
13 ) હરિકૃષ્ણ સ્ટેસનરી – વિરાણી ચોક.
14 ) ગીરગંગા દૂધ – સ્વસ્તિક સ્કુલ સામે , જ્યોતિ નગર ચોક.
15 ) ચમતકારિક હનુમાનજી મંદિર – એ જી ચોક.
16 ) રણછોડ દાસ બાપુ આશ્રમ – કુવાડવા રોડ.
ખાતેથી શરૂ કરવામાં આવેલ છે ભાવિકો અને નગરજનોને ઉપરોક્ત સ્થળથી પોતાના પાસ મેળવી લેવા જણાવાયું છે. સમય – સવારે 10 થી 12 સાંજે 5 થી 8
વધુ માહિતી માટે સંપર્ક 7600314014









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































