#Blog

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું તા. 01-05-2025, ગુરુવાર ના રોજ જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગરોડ,રાજકોટ ખાતે આયોજન.

ગૌ ટેક – 2023 ની સફળતા, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અનેક સ્ટાર્ટઅપ્સનું રોકાણ મળ્યું અને અનેક નવીનતાઓને માન્યતા મળી, તે આ વર્ષના “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તે ઐતિહાસિક સફળતા ને ધ્યાને લઈ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શની “ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” નું આયોજન વિદ્યાધરનગર સ્ટેડિયમ, જયપુર ખાતે કરવામાં આવી રહ્યું છે. ગૌ ટેક – 2025 ને “ગૌ મહાકુંભ” રૂપે યોજવામાં આવી રહ્યો છે, જે ભારતની સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક મંચ પર રજૂ કરશે. આ મહત્વપૂર્ણ આયોજન અંગે સમગ્ર રાજકોટના લોકોને માહિતગાર કરવા અને ગૌ ઉદ્યોગોના વિકાસ માટે મજબૂત મંચ ઊભો કરવાના હેતુસર, “GAU TECH-2025 વિચાર ગોષ્ઠિ”નું તા. 01-05-2025, ગુરુવાર ના રોજ સાંજે 06:00 કલાકે જય મુરલીધર ફાર્મ, અટલ સરોવરની સામે, ન્યુ 150 ફિટ રિંગ રોડ,રાજકોટ ખાતે વિરાભાઈ રાજાભાઈ હુંબલના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું છે. જીસીસીઆઈના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરિયા તેમજ વિરાભાઈ રાજાભાઈ હુંબલ તરફથી આ વિચાર ગોષ્ઠિમાં ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી, ગૌ સેવકો, સમાજસેવકો ને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જીસીસીઆઈ વિશે વધુ માહિતી માટે જીસીસીઆઈ જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *