પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી તા.૯, મે, શુક્રવારના રોજ જીવદયા સંમેલન

જીવદયા પ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ
૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.૦૯, મે, શુક્રવારના રોજ સવારે ૧૦–૦૦ વાગ્યાથી, જૈન વિશાશ્રીમાળી સમાજની વાડી, પ્રહલાદ પ્લોટ શેરી નં. ૧૧, કેનાલ રોડ, રાજકોટ ખાતે વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટના સહયોગથી જીવદયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા પ્રેમીઓને મિત્રવર્તુળ સાથે સમયસર પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. જીવદયા સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો, જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ, સેવાકીય સંસ્થાઓના સંપાલકો, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ જીવદયાક્ષેત્રે આવી રહેલા પડકારો, તકો તથા ભાવી આયોજનો અંગે વિચાર ગોષ્ઠિ કરાશે તથા પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. સમગ્ર કાર્યક્રમને વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો છે. જીવદયા સંમેલનને સફળ બનાવવા માટે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, પારસભાઈ મહેતા, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, કુમારપાળ શાહ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ જીવદયા સંમેલનની વિશેષ જાણકારી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦૩૦૩૯૩), ધીરેન્દ્ર કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬), કુમારપાળ શાહ (મો.૯૪૨૬૨ ૧૦૨૨૬) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































