સામાજીક આગેવાન બનવું સહેલું નથી, સામાજીકકાર્ય કરતા આગેવાનોને મદદરૂપ થાઓ – મિત હિતેશભાઈ ખખ્ખર

જેણે સામાજીક કાર્ય કર્યા હોય તેને જ અનુભવ હોય કે દેશ અને સમાજની સેવા કરવી બહુજ કઠીન કામ છે, સમાજમાં દરેક વ્યક્તિના વિચારો અનુકુળ કામ કરવા પ્રયત્ન કરવા પડે છે. સમાજના કોઈ આગેવાન નિસ્વાર્થ સેવા કરતો હોય તો પણ કડવા ઘૂંટ કેટલીય વાર પીવા પડતા હોય છે. કોઈક નાની ભુલ થઈ હોય તો પણ તેવા વ્યક્તિ પર ઘણી આંગળીઓ ઉઠે છે. એક વાત હંમેશા યાદ રાખજો જે સમાજ માટે કામ કરે છે, તેના પર જ આંગળીઓ ઉઠે છે અને સમાજ ની સેવાથી લોકો દૂર પણ થતા જાય છે. જો આપણે સમાજ માટે કશુંજ ના કરી શકતા હોઈએ તો સમાજને નુકસાન પણ ન પહોંચાડીએ જો એવી વિચારસરણી આપણામાં આવે તો સમાજ પ્રગતિ તરફ આગળ વધે. સમાજના કે સંસ્થાના આગેવાનો સમાજ માંથી કોઈ પગાર નથી લેતા છતાં પણ સમાજને દરેક જગ્યાએ તન મન ધન થી મદદરૂપ થતા હોય છે. આજે જરૂર છે સમાજને મજબુત કરવાની સમાજના અને સંસ્થાના આગેવાનો ને મદદરૂપ થાઓ અને કશુંજ જો આપણાં થી ના થઈ શકતું હોય તો આગેવાનો જે નિસ્વાર્થ સેવા કરતા હોય તેમને એટલું કહો કે અમે તમારી સાથે છીએ. સમાજની સેવા કરવા વાળા વ્યક્તિની કદર કરો કારણ કે સમાજની અંદર પીઠ પાછળ કે સામે એજ વ્યક્તિ ગાળો પણ સાંભળતો હોય છે.
–મિત હિતેશભાઈ ખખ્ખર (મો. 8488011110)

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































