“ગૌ ટેક 2026”ના ભવ્ય આયોજન પૂર્વે તા.15 માર્ચ, રવિવારના રોજ પુના ખાતે ભૂમિ પૂજનનું આયોજન ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને ગ્રામિણ વિકાસને નવી દિશા આપશે “ગૌ ટેક 2026”

ગૌ આધારિત ઉદ્યોગો, સંશોધન, કૃષિ, પરંપરાગત જ્ઞાન અને નવીન ટેક્નોલોજીને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય આયોજનના પ્રારંભ રૂપે તા.15 માર્ચ, રવિવાર 2026ના રોજ સવારે 9:00 વાગ્યે એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, શિવાજીનગર, પુના (મહારાષ્ટ્ર) ખાતે “ગૌ ટેક 2026” નું ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ GCCI અને મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સંયુક્ત સહયોગથી યોજાઈ રહ્યો છે અને તેને મહારાષ્ટ્ર સરકારનું પણ મહત્વપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે. “ગૌ ટેક 2026”ના મુખ્ય કાર્યક્રમ તા. 20 માર્ચ થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના ખાતે યોજાશે. ચાર દિવસ સુધી ચાલનારા આ વૈશ્વિક સમિટ અને એક્સ્પોમાં ગૌ આધારિત ઉદ્યોગો, કૃષિ, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, સંશોધન, શિક્ષણ અને ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમ ગૌ આધારિત અર્થતંત્રને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ મંચ બનશે.
આ આયોજન GCCIના સ્થાપક, પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. તેમની આગેવાની હેઠળ ગૌ આધારિત અર્થવ્યવસ્થા અને ગ્રામિણ વિકાસને પ્રોત્સાહન આપવાના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે “ગૌ ટેક 2026”ના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન અને મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના ચેરમેન શેખર મુંદડા ના નેતૃત્વમાં ગૌ ટેક ઓર્ગેનાઇઝિંગ કમિટી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે.
“ગૌ ટેક 2026” ગૌ આધારિત અર્થવ્યવસ્થા, ગ્રામિણ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતું એક અનોખું વૈશ્વિક મંચ બનશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ, ગૌશાળા સંચાલકો તેમજ ગૌ આધારિત ઉદ્યોગોમાં રસ ધરાવતા તમામ લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે. ગૌમાતા આધારિત કૃષિ, આયુર્વેદ, પંચગવ્ય ઉત્પાદનો, ઓર્ગેનિક ખેતી, બાયો-એનર્જી, ગૌશાળા વ્યવસ્થાપન અને દેશી ગૌવંશ સંવર્ધન જેવા વિષયો પર વિવિધ પ્રદર્શન, સેમિનાર અને માર્ગદર્શનના કાર્યક્રમો યોજાશે, જે ગૌ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપશે.
આ આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા તેમજ દેશી ગૌવંશ પર આધારિત સંશોધન અને ટેક્નોલોજી વિકાસને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગગૃહો, સંસ્થાઓ અને સંગઠનો પણ સહભાગી બનશે અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિકાસ માટે નવા વિચારો પર ચર્ચા કરવામાં આવશે.
આ આયોજન અંતર્ગત ગૌ પર્યટન, ગૌ આરોગ્ય, ગૌ આયુર્વેદ, ગૌ કૃષિ, ગૌશાળા સંચાલન, ગૌ પ્રોડક્ટ પ્રોસેસિંગ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ ઊર્જા અને બાયો-ફ્યુઅલ, ગૌ ગ્રામ મોડલ, કામધેનુ નગર, ગૌ છાત્રાલય અને ગૌ ઉદ્યોગસાહસિકતા જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનું આ કાર્યક્રમને વિશેષ સમર્થન પ્રાપ્ત છે તેમજ ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા પણ આ પ્રદર્શનમાં ભાગીદારી માટે મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે MSME અંતર્ગત ઉદ્યોગકારોને વિવિધ લાભ મળી શકશે.
કાર્યક્રમ દરમિયાન ગૌ ઉદ્યોગસાહસિકતા અને ગૌસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 20થી વધુ શ્રેણીઓમાં “ગૌ ટેક એવોર્ડ્સ” આપવામાં આવશે. ઉપરાંત ગોબર અને ગોમૂત્ર આધારિત દૈનિક ઉપયોગી ઉત્પાદનો બનાવવાની લાઈવ તાલીમ પણ આપવામાં આવશે, જેથી સ્વયં સહાય જૂથો, મહિલાઓ, યુવાઓ અને ગૌશાળા સંચાલકોને આત્મનિર્ભર બનવામાં મદદ મળી શકે.
આ આયોજનને RR Kabel, IFFCO, Pune Park, GMR Space for Growth, ADVA તથા Gaukendrit Mango Resorts જેવા પ્રતિષ્ઠિત પ્રાયોજકોનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સંસ્થાઓના સહયોગથી “ગૌ ટેક 2026”ને આંતરરાષ્ટ્રીય સ્તરે ભવ્ય અને સફળ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
GCCI દ્વારા તમામ ગૌપ્રેમીઓ, ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગકારો, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓ, સંશોધકો અને ટેક્નોલોજીકલ નવીનકારોને “ગૌ ટેક 2026” માં સ્ટોલ બુક કરી તેમના ઉત્પાદનો અને વિચારોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
વધુ માહિતી માટે www.gautechexpo.in વેબસાઇટ પર મુલાકાત લઈ શકાય છે અથવા ડૉ.વલ્લભભાઈ કથીરિયા (મો.9426918900), મિત્તલભાઈ ખેતાણી (મો.9824221999) પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































