રાજકોટમાં 7 મેના રોજ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ કાર્યક્રમનું આયોજન
ગૌમાતા પ્રત્યે સન્માન અને રક્ષણની ભાવના સમાજમાં મજબૂત બને તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને “ગૌ સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત રાજકોટ ખાતે તા. 7 મે 2026, ગુરુવારના રોજ સવારે 09:00 કલાકે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ પાસે, બહુમાળી ભવન ખાતે એકત્ર થયા બાદ સૌ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા તથા ગૌહત્યા પર કડક કાયદા અમલમાં આવે તે માટે પૂર્વ મામલતદારશ્રીને આવેદનપત્ર રજૂ કરવામાં આવશે. ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો રહી છે.
ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન, માનવ આરોગ્ય અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે સીધી રીતે જોડાયેલી એક મહત્વપૂર્ણ કડી છે.
ગૌમાતાને “રાષ્ટ્રમાતા” તરીકે જાહેર કરવાની માંગ લાંબા સમયથી દેશભરમાં ઉઠી રહી છે. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવા અને ગૌસંવર્ધન માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તે માટે પણ સમાજના વિવિધ વર્ગો દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગૌસેવા અને જીવદયા દ્વારા માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં રાજકોટના સાધુ-સંતો, ગૌપ્રેમીઓ, ગૌસેવકો, ગોપાલકો, ગૌશાળાઓ સાથે જોડાયેલા કાર્યકરો તથા મોટી સંખ્યામાં શહેરજનો જોડાશે. આ એક સામૂહિક જનજાગૃતિ અભિયાન છે, જે ગૌસન્માન અને જીવદયા માટે સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરે છે. આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગૌસેવા, સંવેદના અને રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ છે.
આવો, આપણે સૌ મળીને ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે એકતા
દર્શાવીએ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીએ. આ પવિત્ર કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈ ગૌમાતાના સન્માન માટે અવાજ ઉઠાવીએ.
રાજકોટમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંગેની વિશેષ માહિતી માટે મો.નં. 97252 19761 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































