#Blog

વિર દાદા જશરાજ શૌર્ય ગીત

માંડવ તારા સુના થયા અને રાખી ગાયોની લાજ
કંડો દીધો રઘુવંશમાં એ વીર હતા જશરાજ (૨)

વીર તણા વારસ દારોના બાલકડા કેમ સુતા હતા
તે ભાંડુળા રઘુવંશના એ બાલુબંધુ દેશ તણા (૨)

એ એક મનોહર મંડપનીચે હોશે ગીત ગવાતાતા
મીંઢોળ બંધા એ ભાંડુળાના વયમાં લેખ લખાતાતા (૨)

એ વીર તણા એ ધોર લલાટે લેખ વિધાતા લખતીતી
ધન તણી શાદીદતા લખતા કલમ ઘણી થરથરતીથી (૨)

ગાય તણા ગોવાળ આવ્યા અજબ સંદેશો સંભળાવ્યો
મંડપમાં સુનકાર છવાયો હષ હતો ત્યા શોક થયો (૨)

યુધ્ધ તણી નોબત ગળગળ તા નદીયોના નીર મંદ હતાં
સમરાંગણ માં ત્રાડજ પડતા ગીરીવર શીખર પડતાતા (૨)

વીર તણી શમશેર હતી જે મ્યાન મહીં ખખડાટ કરે
વાહારે ચડતા પંથજ પડતા પુષ્પ તણો વરસાદ કરે (૨)

ખેલ ખેલાણા ખાંડાના ને લથપથ લોથા પડતીતી
શાહબાશીના શબ્દ સુણતા નદીઓ રાતી વહેતીતી (૨)

સમશેર તણા એક પ્રહારે દશ દશ માથા પડતાતા
ખમીરવંતી એ અજોડ પ્રજાના તોય ખમીરો ખુટતાતા (૨)

ગૌરક્ષા ને કાજે વીરા દેહ તણું બલીદાન દીધું
વાયુ વેગે ખબર આવતા કરૂણ ભરેલું રૂદન થયું (૨)

રણયોધ્ધાની લાડકડી જે મંડપ વચમાં રોતાતા
શ્રાવણ–ભાદરવાના આંસુ ૫ થ્વી ઉપર પડતાતા (૨)

અજબ વીરતા તારી શુરતા ધન્ય જનેતા અવતરી
હરતા ફરતા યાદજ કરશું કામ કય . તે ઉપકાર (૨)

ખમા ખમા જે ખાંભીતારી જુના સ્મરણ કરતાતા
પથ્થર જેવી એ છાતી ઉપર અમર કવિતા લખતાતા (૨)

  • સંકલન : મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *