#Blog

ગોબર ગેસમાંથી સસ્ટેનેબલ ઈકોનોમીક ઉર્જાનો ઉકેલ

પશુઓને બચાવવા આ રાજમાર્ગ પર ચાલ્યા વગર છૂટકો નથી.

ગોબરમાંથી ગેસ બનાવીને જર્મની, જાપાન અને લંડનમાં સિટી બસ, ફ્લાઈટ અને ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે પાવરના સ્તોત્ર તરીકે વિશ્વના ફલક ઉપર તેની ઉપયોગીતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે.

જાપાનના ઉત્તર ભાગમાં હોકાઈડુ વિસ્તારમાં આવેલા બર્ફીલ શહેર શિકોઈ ટાઉનમાં એક નૂતન શોધ દ્વારા ગોબર અને ગૌમુત્રમાંથી હાઈડ્રોજન ફ્યુઅલ બનાવવામાં આવે છે જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને જેમ ઈલેક્ટ્રીક કાર કે સ્કૂટરમાં અવાજ કે પ્રદૂષણ નથી થતું તેમ આ સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશનમાં પણ પર્યાવરણ પ્રદૂષિત થવાની માત્રામાં ઘટાડો આવે છે.

ગોબરમાંથી ગેસ બનાવીને જર્મની, જાપાન અને લંડનમાં સિટી બસ, ફ્લાઈટ અને ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે પાવરના સ્તોત્ર તરીકે વિશ્વના ફલક ઉપર તેની ઉપયોગીતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે.

હોકાઈડુ વિસ્તારમાં 10 લાખ ગાયો દર વર્ષે 20 મિલિયન ટન એટલે કે બે કરોડ ટન ગોબરની ઉત્પત્તિ કરે છે જેને પ્રોપર્લી હેન્ડલ કરવામાં ન આવે તો મીથેન ગેસ, ગ્રીન હાઉસ ગેસીસ અને પાણી પ્રદુષિત થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે તેથી એક હાઈડ્રોજન પ્લાન્ટ નાંખવામાં આવ્યો જે આજુબાજુના શહેરોમાંથી રોજ ગૌમુત્ર અને ગોબર ભેગું કરીને તેમાંથી ક્લીન એનર્જી સ્વરુપે 70 ક્યુબિક જેટલું હાઈડ્રોજન ફ્યુઅલ ઉત્પન્ન કરે છે જે 28 વાહનોને ચાલવા માટે પૂરતું છે.

જામનગરના જામ સાહેબે બ્રાઝીલમાં 3 હજાર દેશી ગીરની ગાયો ભેટ આપેલી એની મહત્તા સમજીને તેઓએ ત્યાં તે ગાયોની બ્રીડનું સંવર્ધન કર્યું અને તેની આબાદી 65 લાખ સુધી લઈ ગયા. આજે તેઓ પોતાના દેશમાં દેશી ગાયનું દૂધ અને ઘી વાપરી રહ્યા છે અને આપણે શંકર ગાયનું અને તબેલામાં ઉભી રહેતી ભેંસોને ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપીને 15 થી 20 વર્ષ ચાલે તેટલું દૂધ તેના શરીરમાં બે થી ત્રણ વર્ષમાં ખેંચીને અકુદરતી રીતે દૂધનું ઉત્પાદન કરીને જે ભેંસો હાલતીચાલતી નથી તેનું દૂધ આખા મુંબઈમાં વપરાય છે જે ત્રિદોષ વર્ધક છે અને આરોગ્યને નુકશાનકારક છે.

મેનકા ગાંધી દ્વારા કરેલી એક સુપ્રીમ કોર્ટમાં યાચિકામાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે આ દેશમાં દૂધની માંગ સામે ઓરિજનલ દૂધ ખૂબ જ ઓછું ઉપલબ્ધ છે માટે 65 ટકા જેટલું દૂધ કેમિકલ દ્વારા બનાવાવમાં આવે છે. જે કેન્સર કોસીંઝ એજન્ટ તરીકે આખા દેશમાં અનેક રોગોનું ઉત્પાદન કરતું દૂધ બની ગયું છે.

રહ્યું-સહ્યું જે ભેંસનું દૂધ આવે છે તેમાં પણ તેના ક્રીમમાંથી બનાવેલું ઘી મીઠાઈ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે જેના કારણે આરોગ્યને જોઈએ તેઓ ફાયદો થતો નથી. ખરેખર તો ગાય કે ભેંસના દૂધને મેળવીને તેના દહીંને વલોવીને કરેલી છાશ કે ઘી શરીર માટે અમૃતસમાન છે અને એક જમાનો એવો હતો કે આ ગાયના દૂધના માખણમાંથી નદીઓના પૂરને રોકી શકાય તેવી મોટી દીવાલો બની શકતી હતી.

સ્વતંત્રતા વખતે એક હજાર માણસોની સામે 451 પશુઓની સંખ્યા હતી પરંતુ જે દેશમાં 3639 કાયદેસરના કતલખાના હોય એકલા મુંબઈમાં 11,000થી વધારે ગેરકાયદેસરના કતલખાનાઓ હોય તે દેશમાં પશુની સંખ્યા કઈ રીતે ટકી શકે. આજે એક હજાર સામે 157થી પણ ઓછા પશુઓ બચ્યા છે અને એને જો સાચવવામાં નહીં આવે તો ભવિષ્ય ખૂબ જ ભયંકર છે.

વિદેશના દેશોને આ વાત ખ્યાલમાં આવી ગઈ છે અને તેઓ ગૌમુત્ર અને ગોબરમાંથી વાહનો ચલાવી રહ્યા છે. 18 પૈડાવાળી ટ્રક કાઉ મેન્યુઅરમાંથી ચાલે છે અને લંડનમાં તો આ ગોબરમાંથી ફ્લાઈટ ઉડાડવાનું પણ પ્રાયોગિક ધોરણે ચાલુ થયું છે. લંડનની સિટી બસની પેટ્રોલ – ડીઝલની એવરેજ સ્પીડ 90 કિલોમીટર સુધીની હતી તે 123 કિલોમીટર સુધી લઈ જવામાં તેઓ સફળ થયા છે. બાયોમીથેન પાવર બસના મુખ્ય અધિકારી જ્હોન બી. કાર્ટને લંડનમાં જણાવે છે કે ગોબરમાંથી પ્રેસર દ્વારા અમે ગેસ બનાવીએ છીએ અને તે ગેસને પ્રવાહીમાં પરિવર્તિત કરીને અમારી બસો ચલાવવામાં આવે છે. આ બસનો કલર તેઓએ ગાયના કલર જેવો કરીને દર્શાવ્યું છે કે આ બસ ગોબર દ્વારા ચાલે છે. યુકે ટાઈમિંગ એસોસિએશન દ્વારા આ રેકોર્ડને માન્યતા આપવામાં આવી છે અને બીબીસીએ પોતાના રેકોર્ડમાં આ વાતની પુષ્ટિ કરી છે. માર્ટિન ગિલ્બર્ટ નામના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું છે કે અમે આ સ્પીડને 150 કિલોમીટર સુધી લઈને વર્લ્ડ રેકોર્ડ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આના દ્વારા ધૂમાડા કાઢતી, અવાજ આપતી અને પર્યાવરણ દૂષિત કરતી બસોને બદલે શાંત, સ્પીડી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બસોએ જૂની બસોને એક ચેલેન્જ આપી છે. બસના છાપરા પર 7 ટેન્કની અંદર આ ગોબરને સ્ટોર કરીને તેના દ્વારા આ બસો ચલાવવામાં આવે છે. જાપાનની ટોયેટો કારે પણ હવે ગોબરથી પોતાની કારો ચલાવવાનો એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. એલન મસ્ક અને કાર્લોસ ઘોસ દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ફર્સ્ટ અર્થ ડે પ્રમોશન વખતે ટોયેટોએ મિરાઈ કાર દ્વારા ગોબરના હાઈડ્રોજન ફ્યુઅલથી આ બસો ચલાવવાની પદ્ધતિની રજૂઆત કરી હતી. હાઈડ્રોજનથી ચાલતા વાહનોની વાતને દિવાસ્વપ્ન સમાન માનીને ટોયેટાની મીરાઈ કારને જોઈને ચકિત થયા છે. 20 વર્ષની મહેનત અને લાખો ડોલર ઈન્વેસ્ટ કર્યા પછી મીરાઈ કારનું મોટા પ્રમાણમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. હાઈડ્રોજન ફ્યુઅલ સેલથી આ ગેસ જનરેટ થાય છે જે ચાલતી બસને ઈલેક્ટ્રીસિટી દ્વારા રિચાર્જ કરે છે. આ ટોયેટો મીરાઈ એક 114 કિલો વોલ્ટ્સ ફ્યુઅલ સેલ સાથે 113 કિલો ઈલેક્ટ્રીક મોટર પોતાની સાથે વહન કરી શકે છે. ધૂમાડાને બદલે આમાં હાઈડ્રોજન અને ઓક્સિજન ભેગું થવાથી તેના એક્ઝીટ પાઈપમાંથી પાણી નીકળે છે જે પર્યાવરણને નુકસાન નથી કરતું. માત્ર 10 સેકન્ડમાં 100 કિલોમીટરની સ્પીડ પકડવા માટે આ કાર સક્ષમ હોય છે. આ કારમાં ફ્યુઅલ ભરવા માટે માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે અને અત્યારે જાપાનમાં આવા 10 હાઈડ્રોજન સ્ટેશન ખૂલ્યા છે જે 2015 સુધીમાં જ 100 સુધી પહોંચાડવાનું આયોજન સફળ રીતે કરવામાં આવ્યું છે.

આ જ પ્રમાણે એરબસનું ઉત્પાદન કરતાં સ્પોક પર્સને કહ્યું હતું કે ગોબર ગેસથી ન્યૂયોર્કથી લંડન સુધીની ફ્લાઈટ ઉડાડવામાં સફળ થયા છે જેના કારણે અવાજનું પ્રદૂષણ પણ ઘણું ઘટ્યું છે. 25500 પાઉન્ડનું ઈનામ જીતીને એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ ફ્લાય યોર આઈડીયા નામની એક સ્પર્ધામાં ગોબરમાંથી વિમાન ઉડાડવાની પદ્ધતિ દર્શાવી હતી.

એરબસ એક્ઝિક્યુટીવના વાઈસ પ્રેસિડન્ટ ચાર્લ્સ ચેમ્પિયને જણાવ્યું હતું કે માત્ર ટેક્નિકલ સ્કીલથી નહીં પરંતુ નવી નવી પ્રતિશોધ કરીને પ્રોત્સાહક વિચારો દ્વારા આ કાર્યને સંપન્ન કરવામાં આવ્યું છે.

આપણે ત્યાં પણ ગોબરમાંથી લાકડા જેવી સ્ટીક બનાવીને બળતણ તરીકે અને સ્મશાનના લાકડાના બદલે ગોબરમાંથી બનતા આ લાકડાનો ઉપયોગ કરવાના મશીનો તૈયાર થઈ ગયા છે. ગોબરમાંથી પેસ્ટિસાઈડ તરીકે ગૌઅમૃત, ઘૂપ સ્ટીક, આયુર્વેદિક દવાઓ વગેરે અનેક સંશોધનો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ગુગલ પર મળવાના શરૂ થઈ ગયા છે.

  • અતુલકુમાર વ્રજલાલ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *