ઉત્તર પ્રદેશમાં ગૌ સંવર્ધન માટે મળતી સબસીડીની રકમ રૂ. 30 ને બદલે રૂ. 50 કરાઈ.
- યોગીજીનો આભાર માનતા એનિમલ હેલ્પલાઈન પરિવાર.
યુપી સરકારે પશુપાલકોની જાળવણી માટે આપવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઢોરઢાંખર પર લમ્પી વાયરસની ખરાબ અસર જોવા મળી છે. ચેપને કારણે ઘણા રાજ્યોમાં પશુધનને વ્યાપક નુકસાન થયું છે. નિરાધાર પશુઓ અને ગાયોની સેવા કરતા તમામ પરિવારોને ગાયોની જાળવણી માટે દરરોજ રૂ. 30 પ્રતિ ગાયના દરે ખોરાક આપવામાં આવે છે. હવે તેને વધારીને 50 રૂપિયા પ્રતિ ગાય પ્રતિ દિવસ કરવી. આ સંબંધમાં કોઈ બાકી રકમ ન હોવી જોઈએ.
અત્રે ઉલેખ્ખનીય છે કે ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી સાથે ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કરે લખનૌ ખાતે હિંદુ ધર્માચાર્ય મહાસભાનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી અને સંયોજક પ. પૂ પરમાત્માનંદ સ્વામીજીનાં આશિર્વાદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં જીવદયા-ગૌસેવાના વિવિધ વિષયો અંગે પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં ઉત્તર પ્રદેશની તમામ પાંજરાપોળ/ગૌશાળાને કાયમી, દૈનિક પ્રતિ પશુ પ્રતિદીન 50 રૂપીયા સબસીડી આપવામાં આવે કારણ ઉત્તર પ્રદેશની તમામ પાંજરાપોળ, ગૌશાળામાં અત્યારે સતત અબોલ જીવોની સંખ્યા વધતી જાય છે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. સમગ્ર રાષ્ટ્રનાં મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ, પશુપાલનમંત્રીશ્રી અને અધિકારીશ્રીઓને મળી સંસ્થાની ટીમ જીવદયા, ગૌસેવા, ગૌ રક્ષા, શાકાહારનાં પ્રચાર પ્રસાર માટે એનિમલ હેલ્પલાઈનની ટીમ કાર્યરત બની છે તેમજ અનેક રાજ્યોમાં આ અંગે મહત્વની સફળતા મળી છે. તે જ શ્રુંખલામાં આ નિર્ણય પણ આવ્યો છે. જેમાં પણ સંસ્થાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સત્વરે આવો નિર્ણય લઈને પશુપાલકોની મદદે આવ્યા છે તે માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાએ જીવદયા પ્રેમી, ગૌ ભક્ત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો આભાર માન્યો છે.