મિત્રો અત્યારે કેરી, જાંબુ, રાવણા ની સીઝન ચાલી રહી છે તો દરેકના ઘરમાં આ વસ્તુઓ આવતી હશે અને બધા જ ખાતા હશે તો ખાય અને એમના ઠળિયા ગોટલી ફેંકી ન દેતા એક કાગળ (પ્લાસ્ટિક નહિ )માં ભેગા કરવા પછી બગીચા માં ફરવા જાવ અથવા વેકેશન ચાલી રહ્યું છે તો ક્યાંય બહાર ગામ ફરવા જાવ ત્યારે રસ્તામાં વનવગડામાં એક એક નંગ ફેંકતા જવા અથવા તો પૂરુ પડીકું ફેંકી દેવું જ્યાં કાચી જમીન હોય ત્યાં પછી ચોમાસુ હમણાં જ આવશે ત્યારે કુદરત એનું કાર્ય કરશે મિત્રો આપ જોતા હશો કે વનવગડામાં કોઈપણ વૃક્ષ કોઈ વાવતું નથી પણ કુદરતી રીતે વૃક્ષો ઉગતા હોય છે આવી રીતે બીજ કોઈએ ફેકેલા હોય એમાંથી જ વૃક્ષો ઉગતા હોય છે તો એ બહાને આપ પર્યાવરણને ઉપયોગી થશો અને વૃક્ષ ઊગી જશે
