રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું રામપુર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીન સ્તરને ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને ને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે. દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ. અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ગ્રામસભામાં રામપુર ગામના સરપંચ શ્રી ઉનાભાઈ કોટડીયા, લાલજીભાઈ વાંધાણી, નીલેશભાઈ વોરા, કાળુભાઈ ઠુંમર, અરવિંદભાઈ લાવડીયા, અરવિંદભાઈ ડોબરીયા, વિપુલભાઈ વસાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, રમેશભાઈ ધનાણી, અશોકભાઈ હિરાણી, મનોજભાઈ હાપાણી તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ હાજર રહયા હતા.


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































