જી.એમ. વાલ ના ઉધ્યોગપતિશ્રી મનુભાઈ પટેલના આર્થિક સહયોગ થી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી.માં ચેકડેમ નો જીર્ણોધ્ધાર.

આજે દિવસે દિવસે સમાજના અનેક લોકોની આધુનિક યુગ તરફ જવા ની ડોટ લાગી છે. ત્યારે અનેક હાઇ-ફાઈ સિસ્ટમો જેવી કે અધ્યતન ગાડીઓ, અધ્યતન રેસિડન્સ, અધ્યતન ફેસીલીટીમાં આપણે કરોડો રૂપિયા વાપરીએ છીએ પણ સમગ્ર જીવસૃષ્ટિ અને પશુ-પક્ષી, જીવ-જંતુ અને પર્યાવરણ સાથે પરિવાર ની રક્ષા તો આપણે ભૂલી ચુકીયા છીએ. વર્ષો પહેલા જમીનના પાણીના તળ ખૂબ જ ઉપર હતા. પણ આપણે આધુનિકતાની તરફ આગળ વધતાં પાણીના વપરાશ કરતાં બગાડ અનેક ગણો વધારી દીધો છે, અને પાણી જમીનમાંથી કાઢતા જ ગયા અને સ્ટોરેજ કરી જમીન માં ઉતારવાનું સાવ ભૂલી જ ગયા છીએ. જેથી જમીન ની અંદર પાણી ના તળ 500 થી 2500 ફૂટે જતાં રહ્યા છે અને તે પાણી આરોગ્ય માટે ખૂબ જ નુકસાન કારક છે, આવા સમયે જી.એમ. વાલ ના ઉધ્યોગપતિશ્રી મનુભાઈ પટેલ ના આર્થિક સહયોગ થી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી.માં ચેકડેમ નો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ.
જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેકડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.