#Blog

“સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન

“સમસ્ત મહાજન” સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા.24 સપ્ટેમ્બર બુધવાર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે, પ્રસાદ ચેમ્બર, ઓપેરા હાઉસ, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પર્યાવરણ અને જળવાયુ તથા પશુપાલન મંત્રી, મહારાષ્ટ્રના શ્રીમતી પંકજાતાઈ મુંડેજી તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે મહારાષ્ટ્રના ગૃહનિર્માણ, પર્યટન અને કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢા ઉપસ્થિત રહેશે.

વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. સમસ્ત મહાજન સને-2002 થી અગ્રણી સંસ્થા તરીકે સમગ્ર દેશમાં કાર્યરત રહી છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 17,471 થી વધુ ગૌશાળાઓને સહયોગ આપ્યો છે, સાથે જ 1.5 લાખ એકર થી વધુ જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ યોગદાન આપ્યું છે. પ્રાણીપ્રેમ અને અહિંસાના સંદેશને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવામાં આ સંસ્થાની નોંધપાત્ર ભૂમિકા રહી છે. આ સમારોહમાં ઉપસ્થિતિ સૌને નશામુક્ત, પર્યાવરણમિત્ર અને અહિંસક સમાજના નિર્માણ માટે પ્રેરણાદાયી સંદેશ મળશે. નવા કાર્યાલયનું ઉદ્ઘાટન માત્ર એક ભૌતિક પ્રગતિ નહીં પરંતુ સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ અને ગૌ સેવા ક્ષેત્રે “સમસ્ત મહાજન”ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ (98200 20976) એ જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *