દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

Blog

શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ.

    પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ.

    પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ.

    દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો લીલોચારો તથા આઠ થી દશ કિલો સૂકોચારો આપવો જોઈએ.

    કઠોળ વર્ગમાં રજકા જેવો ઘાસચારો, પૂરતા પ્રમાણમાં આપવાથી, દુધ ઉત્પાદન ઘટાડ્યા સિવાય, ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે.

    ધાન્ય વર્ગના ચારા જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી, સેઢા-પાળાના ઘાસ છે. જ્યારે કઠોળ વર્ગના ચારા જેવા કે રજકો, ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસ છે.

    ફક્ત લીલાચારામાં જ વિટામીન ‘‘તથા અન્ય વિટામીન્સ હોઈ પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે અને નિયમિત વિયાણ થાય છે.

    પશુઓમાં વરોળપણું અને રતાંધળાપણું અટકાવી શકાય છે.

    ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવી શકાય છે.

    પશુને હંમેશા જિલ્લા સંઘ દ્વારા બનાવાતું સમતોલ દાણ આપો. આ દાણ પશુને જરૂરી બધા પોષક તત્વો ધરાવતું હોય છે તથા સસ્તું હોય છે.

મિતલ ખેતાણી (મો.98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *