સૌરાષ્ટ્રના સૌથી મોટા શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા પાણી બચાવો અભિયાનની અસંખ્ય લોકોએ માહિતી મેળવી.

સમાજના દરેક લોકો સુધી “જલ એજ જીવન” છે, તેવી માહિતી પહોંચે તેના માટે રાજકોટના શોર્યનું સિંદૂર લોકમેળામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલનું આયોજન રાખેલ હતું, તેમાં લોકોએ મુલાકાત લઇ અને અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણીનું જતન કેવી રીતે થાય તેની માહિતી અપાતી હતી, જેમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટના કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ એ મુલાકાત લીધી અને અનેક ઉદ્યોગપતિઓ, સમાજ સેવકો અને દાતાશ્રીઓ તેમજ અનેક બહેનો અને ભાઈઓએ ખૂબજ રસ પૂર્વક માહિતી મેળવી હતી. જે વરસાદી પાણી વર્ષોથી આપણે લોકો તેનો ગર્વ કરી રહ્યા છીએ, એવો અહેસાસ થવા લાગ્યો અને અનેક લોકોને અગાસીના પાણી કે ફળિયાના પાણી પોતાના આંગણામાં પાકા ટાંકા બનાવી અને બારે મહિના પીવા લાયક પાણી ભરીએ તેમજ વધારાનું પાણી હોય તે બોરમાં જવા દઈએ આ જ રીતે ગામડે ગામડેથી પધારેલા ખેડૂતોએ ખાસ પોતાની ખેતી માટે પોતાના બોર-કુવા રિચાર્જ થાય તેના માટે ખેત તલાવડી અને તૂટેલા ચેકડેમો રિપેર કરવા ઊંડા, ઊંચા તેમજ નવા બનાવવા ની માહિતી મેળવી અને તે આટલું સરળ હોય એવું સમજી અને આ કાર્ય પોતે જાતે કરવા અને ગામ લોકો સાથે મળી અને આ કાર્યથી ખેતીની આવકમાં ખૂબ વધારો થશે અને ખર્ચ પણ ઘટશે તેમજ વૃક્ષો અને વનસ્પતિઓ ના રક્ષણ થવાથી પશુધનમાં પણ ખૂબ જ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદો થશે તેવા હેતુથી દરેક લોકો આમાં જોડાશે. જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેક ડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પ કરેલ છે, તેમાંથી ૮૦૦૦ થી વધુ જળ સંચયના કાર્ય પૂર્ણ કરેલ છે. આ કાર્યને વધુ સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા), વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા, વગેરે લોકો જહેમત ઉઠાવી રહયા છે.