મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌશાળાઓ પાંજરાપોળોને અપીલ

રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ : ૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઇ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website : http://gauseva.gujarat.gov.In પર ઉપલબ્ધ છે. જુલાઇ-૨૦૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૩ના તબક્કાની સહાય માટે તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
જુલાઈ-૨૦૨૩ થી સપ્ટેમ્બર-૨૦૨૩ના તબક્કાની સહાય માટે તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સમયગાળા દરમ્યાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે. જે તબક્કા માટે ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવા પાત્ર રહેશે નહીં.
ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજીના પ્રિન્ટ-આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાધનિક–કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.
સભ્ય સચિવ—સહ—સંયુકત પશુપાલન નિયામક
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ,
ગુજરાત રાજય, ગાંધીનગર

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































