#Blog

21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ”નિમિત્તે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે

 કવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે

સંવેદના,વિરહની બીમારીથી પીડાય છે સતત

 પાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે

દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યો

કાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે

સરસ્વતીનો છે ભક્ત માટે લક્ષ્મી તો અળગી

 કાવ્ય માટે વેચાવામાં ટસ નો ના મસ હોય છે

હીરામાં કોલસો ને કોલસામાં હીરો જુએ એ

 વ્યવહારું જગ ફોરવર્ડ ને કવિ રિવર્સ હોય છે

પ્રભુ સાવ હાથવગો,પ્રભુજન એથી જ અળગા

 તાદુંલી કવિનાં ભાગ્યમાં લુખ્ખો જશ હોય છે

  • મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્યસંગ્રહ स्वान्तः सुखाय માંથી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *