ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન
તા.22 થી 25 ઓગસ્ટ શુક્રવાર થી સોમવાર સુધી ચાર દિવસીય વર્ગનુ આયોજન
ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી.સી.સી.આઈ અને ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “માસ્ટર ટ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MTDP)” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણનું તા. 22, ઓગસ્ટ, શુક્રવાર થી તા. 25, ઓગસ્ટ, સોમવાર સુધી તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે આયોજન કરાયું છે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા ગૌસેવા પ્રવૃતિ ગતિવિધી, ગુજરાત પ્રાંતના સહયોગથી ચાર દિવસીય “માસ્ટર ટ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MTDP)” વર્ગ કાર્યક્રમ હિન્દી તથા ગુજરાતી બન્ને ભાષામાં સમજાવવામાં આવશે, વર્ગમાં હાજર રહેવું ફરજીયાત છે તથા ચાલુ શીબીર દરમ્યાન મોબાઈલ ફોન બંધ રાખવાનો રહેશે. પ્રશિક્ષણ વર્ગમાં બહેનો માટે રહેવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. પંચગવ્ય ઉત્પાદન બનાવવા માટે મોલ્ડ, મશીન, સંચો,પ્રિમિકસની જાણકારી આપવામાં આવશે. કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરી આવનાર તમામ લોકોને સ્વાગત કીટ આપવામાં આવશે. તા.22, ઓગસ્ટ, શુક્રવારે સવારે 8:30 થી 9:30 આગમન તથા અલ્પાહાર, રજીસ્ટ્રેશન કરવામાં આવશે, સવારે 9:30 થી 11:00 ગૌ પૂજન, કાર્યક્રમનું ઉદઘાટન પ.પૂ. જગદગુરૂ સંત પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તથા સંતશ્રી વિરલદાસજી બાપૂ (અંતિમધામ આશ્રમ, ગણપતપુરા) ના આર્શીવચન સાથે કરાશે તથા હિતેશભાઈ જાની (આયુર્વેદાચાર્ય, કુલગુરુ, ગૌ વિશ્વ વિદ્યા પીઠમ), મિતેશભાઈ મોદી (કે.એસ.વી. પત્રકારિતા પ્રોફેસર), અસ્મિતાબેન ચાવલા (Gobharwali.com), દીક્ષિતભાઈ પટેલ (ગૌ કૃષિ પ્રવર્તક) આ કાર્યક્રમના ઉદઘાટનમાં ઉપસ્થીત રહેશે . કાર્યક્રમની શરૂઆત પ્રસ્તાવના સાથે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક મિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. સવારે ગૌપ્રોડકટસ બનાવવાની માહિતી જેવી કે કામધેનુ ફીનાઈલ, કામધેનુ વાળનું તેલ, કામઘેનુ મસાજ તેલ, પીડારહીત મલમ, રોલ ઓન તથા બપોરે ભોજન તથા વિશ્રામ રહેશે. પ્રશિક્ષણનો કોર્સમાં વાસણ ધોવાનો પાવડર, કામધેનુ ફેસપેક, કામધેનુ શેમ્પુ, કામઘેનુ સાબુ, પંચગવ્ય નાસ્ય, અર્જુત ધૃત તથા બ્રાહમી ઘી, હેન્ડ વોશ, રુજાન સ્પ્રે, કાલા ટૂટપેસ્ટ, રૂદયમ પે, મેથી કોફી, સાંજે લક્ષ્મીજીની મૂર્તિ, ગણેશજીની પ્રતિમા (૩ ઈંચ), ગણેશની પ્રતિમા (૬ ઈંચ), લક્ષ્મીચરણ પાદુકા, દેવીમાતાની મૂર્તિ, શિવલીંગ, શ્રીયંત્ર વગેરે બનાવવાની રીત અંગેની ટ્રેનીંગ આપવામાં આવશે તથા વિચારનો કાર્યક્રમ યોજાશે. સામાન્ય પ્રી-મિક્સ કેવી રીતે બનાવવો, આર્ટિકલ અને મૂર્તિને સુકવવાની સંપૂર્ણ માહિતી, ક્યારે ગોબરના ઉત્પાદનો બનાવવા અને ક્યારે નહીં, ગોબરમાંથી ડેકોરેશન સામાન કેવી રીતે બનાવવો, શિવાજી જયંતી માટેના ગોમય ઉત્પાદનો, ગણતંત્ર દિન માટેના ગોબરના ઉત્પાદનો, રક્ષાબંધન (ગોબરની રાખડી), જન્માષ્ટમી માટેના ઉત્પાદનો, ગોબરમાંથી રાધા કૃષ્ણ કેવી રીતે બનાવવું, ગોબરમાંથી ગૌમાતા મોમેન્ટો કેવી રીતે બનાવવું ૧૮. ગોબરમાંથી મહાનુભાવોની મૂર્તિ કેવી રીતે બનાવવી, ગોબરમાંથી કી ચેઇન કેવી રીતે બનાવવી, 3”, 4”, 5”, …, 10” સુધીની મૂર્તિ કેવી રીતે બનાવવી, 1 ફૂટથી મોટી મૂર્તિ કેવી રીતે બનાવવી, ગોબરમાંથી થાળી અને દીવો કેવી રીતે બનાવવો, ગોબરની વૉલહેંગિંગ મૂર્તિ કેવી રીતે બનાવવી, ગોબરમાંથી બિલ્લા (બેચ) બનાવી સિને લગાવવી, 7 ઇંચ કૃષ્ણ મૂર્તિ કેવી રીતે બનાવવી, ગોબરના ગમલા કેવી રીતે બનાવવા, ગોબરમાંથી રાખડી કેવી રીતે બનાવવી, ડિઝાઇન ઘડિયાળ, ગોબરમાંથી લાકડું કેવી રીતે બનાવવું, ગોમય દિવાલ ટાઇલ્સ, ગોમય ચરણ પાદુકા, ગોબરમાંથી નેમ પ્લેટ કેવી રીતે બનાવવી, કંપનીનો લોગો/પ્રતિક ચિહ્ન, યોગ દિવસ માટે ડિઝાઇન, રામ નવમી માટેના ઉત્પાદનો, સ્વતંત્રતા દિવસ માટે ડિઝાઇન, મચ્છર નાશક કાર્ડ, એક્યુપ્રેશર મેટ, 18×12 ઇંચ માયૂરલ કેવી રીતે બનાવવી, વૈદિક બ્રશ કેવી રીતે બનાવવો, ગુરુ પૂર્ણિમા માટે પ્રતિમા, નવરાત્રિ માટેના આર્ટિકલ, વિવિધ ભાષાના અક્ષરો બનાવવાની રીત, ગોબરમાંથી ક્લિનિંગ પાવડર કેવી રીતે બનાવવો, મહાશિવરાત્રિ માટે મૂર્તિ, હોળી માટેના ગોમય રંગો અને ભેટ ઉત્પાદનો, બીજ ઉપચાર, કેશ નિખાર (કેસ માટે ગોબર આધારિત ઉત્પાદનો), વાસણ માટેનો સાબૂણ (બાર), આદર્શ ગૌશાળા મેનેજમેન્ટ, જૈવિક ખેતી, અમૃત પાણી કેવી રીતે બનાવવું, કામધેનુ કીટ નિયંત્રણ પદ્ધતિ, દેશી બીજનો સંગ્રહ, દેશી બીજ યોગ્ય ભાવમાં કેવી રીતે વેચવા, ઔષધીય છોડ અને વનસ્પતિની માહિતી, ઉત્પાદનોની પેકિંગ કેવી રીતે કરવી, ઉત્પાદનો ક્યાં વેચવા, કઈ કઈ મશીનોની જરૂર પડે, ધૂપબત્તી – ૫ પ્રકાર, સમરાણી કપ, ધૂપકોણ, મોબાઇલ સ્ટેન્ડ, એન્ટી રેડિએશન મોબાઇલ ચિપ, પેન સ્ટેન્ડ, ગોબરની લગ્ન કંકોત્રી, ગોબરની ઈંટ, ગોબરના તોરણ/લટકન, ગાયના છાણની ઓળખ, સંગ્રહ, સુકવવા, પાવડર બનાવવાની રીત તથા મીશ્રણ અંગની સમજ, ધૂપબતી, ધૂપકોન, સુગંધીત કંડે, સાંબરાની કપ, ગાયના છાણની માળા ના વર્ગો પણ થવાના છે. આ પ્રશિક્ષણ વર્ગના વિશેષ મહેમાન તરીકે ડૉ. ભાવિનભાઈ પંડ્યા ( સ્ટાર્ટઅપ અને માર્કેટિંગ વિશેષજ્ઞ ), ધૈવંતભાઈ દવે ( કંપની લાઇસન્સ અને સરકાર સહાયની માહિતી ), હિરણભાઈ ભાટિયા ( ઇમ્પોર્ટ-એક્સપોર્ટ એક્સપર્ટ ), રાકેશભાઈ નિહાલ ( પંચગવ્ય એક્યુપ્રેશર વિશેષજ્ઞ ), ઉપસ્થિત રહેવાના છે. આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું કરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક ૧૫૦૦ જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ વર્ગમાં ભાઈઓ તથા બહેનો બંને પોતાના પરિવાર સાથે જોડાઇ શકે છે. રજીસ્ટ્રેશન તથા ફી જમા કરાવવા માટે મો. ૯૮૨૫૧ ૧૮૮૪૫ પર સંપર્ક કરી પેટીએમ કરી શકો છો, ફી જમા થઈ જાય એટલે તેનો સ્કીનશોટ ઉપરોક્ત નંબર ઉપર મોક્લવાનો રહેશે. કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે અમદાવાદના કાલુપુર બસ સ્ટેન્ડથી સીટી બસ નં. ૧૧૭/૧ મળી શકશે જે દ્રારા સીધુ જ કાર્યક્રમ સ્થળે પહોંચી શકાશે. કાર્યક્રમ સ્થળનું ગુગલ લોકેશન તીર્થધામ—પ્રેરણા પીઠ, https://maps.app.goo.gl/KQDF2bRCmQo1CphS9 પર જોઈ શકાશે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા ગૌસેવા પ્રવૃતિ ગતિવિધીના સહયોગથી ચાર દિવસીય “માસ્ટર ટ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (MTDP)” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગની વિશેષ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો. ૯૮૨૫૧ ૧૮૮૪૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































