રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી
સંત શ્રી ભોલેબાબાજી પર અપાર શ્રધ્ધા ધરાવતા, મુળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી સમાજના યુવા અગ્રણી હિરેન વડેરાનો આજે 40 મો જન્મદિન, હિરેનભાઈ વડેરાને નાનપણથી ગળથૂંથીમાં જ સારા સંસ્કારનું સિંચન થયેલુ છે, તેમના માતા-પિતા રાજેન્દ્રભાઈ વડેરા તથા મીનાબેન રાજેન્દ્રભાઈ વડેરાના સંસ્કારોના પગલે યુવાવસ્થામાં જ હિરેનભાઈ અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાઈને અનેક માનવતાવાદી કાર્યો કરે છે. હિરેનભાઈ વડેરા દ્વારા અવાર- નવાર ગૌશાળાઓ અને પાંજરાપોળમાં જઈને ગૌમાતાને પૌષ્ટિક અને રોચક આહાર તથા ઉનાળાની ઋતુમાં ગૌમાતાને ઠંડક આપતી વસ્તુઓ જેવી કે તરબૂચના ટુકડા, કેરીનો રસ, મકાઈના ડોડા, લીલાં ચણાં અને અન્ય સીઝનેબલ શાકભાજી તથા પૌષ્ટિક લાડવા પીરસવામાં આવે છે તથા ઝૂંપડપટ્ટીઓમાં વસતા ગરીબ બાળકો માટે પણ વિવિધ પ્રકારના પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરે છે અને તેમના જીવનમાં ખુશીની પળો ઉમેરવાનો પ્રયત્ન કરે છે. હિરેનભાઈ રાજેન્દ્રભાઈ વડેરાને જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા આશીર્વાદની વર્ષા થઈ રહી છે.
-હિરેનભાઈ વડેરા (મો. 95744 55055)