ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન – આચાર્ય લોકેશજી

લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત ‘આંતર-ધર્મીય સંવાદ દ્વારા વિશ્વ શાંતિ’ સેમિનાર.
સમારોહમાં મહારાષ્ટ્ર અને બિહારના રાજ્યપાલ, મંત્રી મંગલ પ્રભાત લોઢા અને આચાર્ય લોકેશજી, જૈન, બૌદ્ધ, શીખ વગેરે ધર્મોના પ્રતિનિધિઓ ભાગ લેશે – ડૉ. વિજય દર્ડા
ભગવાન મહાવીરની જન્મજયંતિના શુભ અવસર પર, લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ શાંતિ દ્વારા આંતર-ધાર્મિક સંવાદ’ સંમેલનનું આયોજન રવિન્દ્ર નાટ્ય મંદિર ઓડિટોરિયમ, પ્રભાદેવી, મુંબઈ ખાતે તા. 8,એપ્રિલ, 2025 મંગળવારના રોજ બપોરે 03-30 કલાકે યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ માનનીય શ્રી સી.પી. રાધાકૃષ્ણન અને બિહારના રાજ્યપાલ ડો.આરીફ મોહમ્મદ ખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જૈન આચાર્ય લોકેશજી, મહારાષ્ટ્રના મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, બૌદ્ધ સાધુ ભદંત રાહુલ બૌધિ, ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર અને સાંસદ શ્રી સતનામ સિંહ સંધુ સંમેલનને સંબોધશે. લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન ડો.વિજય દર્ડાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે વિશ્વ શાંતિ અને સદભાવના ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહાન વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવશે. અહિંસા વિશ્વ ભારતીના પ્રવક્તાએ જણાવ્યું કે વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી અને બિહારના રાજ્યપાલ ડૉ. આરિફ મોહમ્મદ ખાન આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 7 એપ્રિલે મુંબઈ પહોંચશે. આચાર્ય લોકેશ અને માનનીય રાજ્યપાલ વિવિધ સ્થળોએ પ્રતિષ્ઠિત લોકો સાથે વાર્તાલાપ કરશે અને આંતર-ધાર્મિક પ્રયાસો દ્વારા વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ અંગે ચર્ચા કરશે.