#Blog

મોરબી જીલ્લાનું નેસડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટે     ગ્રામ સભાનું આયોજન.

મોરબી જીલ્લાનું ટંકારા તાલુકાનું નેસડા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે,ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું  મહત્વ, તેનો સંગ્રહ અને જમીનના સ્તરને ઊંચા લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી  માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.

આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રણી શ્રી ભાવેશભાઈ સખિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, “આવનારા સમયમાં પાણીની કટોકટીથી બચવા માટે અત્યારથી જ જાગૃત થવું અનિવાર્ય છે. આકાશમાંથી વરસતા વરસાદી ટીપે-ટીપાનો સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારવા એ જ શ્રેષ્ઠ ઉપાય છે.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો આપણે આજે પાણીનું જતન કરીશું, તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પાણી મળી રહેશે. ખેત તલાવડી, ચેકડેમ અને બોર રિચાર્જિંગ જેવી પદ્ધતિઓ અપનાવીને ગામનું પાણી ગામમાં જ રોકવા માટે તેમણે ગ્રામજનોને આહ્વાન કર્યું હતું.

     ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં આવે છે. ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.       આ ગ્રામસભામાં નેસડા ગામના સરપંચ શ્રી પંકજભાઈ ભાડજા, કિશાન સંધના પ્રમુખશ્રી મહાદેવ મગનભાઈ, હરજીવનભાઈ ભાડજા, ગંગાભાઈ ભાડજા, લાલજીભાઈ ભાડજા, જશમંતભાઈ ચીકાણી, નંદલાલભાઈ ભાડજા  તેમજ સમગ્ર ગ્રામજનો ભાઈઓ જોડાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *