ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત દરમિયાન “Gau Tech–2026” અંગે આમંત્રણ પાઠવતા: ડૉ. વલ્લભભાઈ કથિરિયા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમ

ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઈ કથીરિયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમે “Gau Tech–2026 : Cow Based Global Summit & Expo” ના વિઝન, ઉદ્દેશ્યો તથા તેના રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય મહત્વ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ વૈશ્વિક શિખર સંમેલન 20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુના, મહારાષ્ટ્ર ખાતે યોજાવામાં આવી રહ્યો છે, જેમાં ગૌ આધારિત ઉદ્યોગો, પ્રાકૃતિક તથા જૈવિક ખેતી, પંચગવ્ય, ડેરી વિકાસ, સ્ટાર્ટઅપ્સ, નવાચાર અને રોકાણ માટેના નવા અવસરોને એક મજબૂત વૈશ્વિક મંચ મળશે.
મુલાકાત દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રી એ ગૌ આધારિત અર્થવ્યવસ્થા પર કેન્દ્રિત આ પ્રકારની આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલનની કલ્પનાની પ્રશંસા કરી અને તેને આત્મનિર્ભર ભારત, ગ્રામિણ રોજગાર સર્જન, પ્રાકૃતિક ખેતી અને ટકાઉ વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવી. તેમણે આ પ્રકારના આયોજનથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગસાહસિકોને થનારા લાભ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને Gau Tech–2026 ને દ્રષ્ટિસંપન્ન અને સમયોચિત પહેલ તરીકે બિરદાવી.
આ અવસર પર માનનીય મુખ્યમંત્રી મહોદયને “Gau Tech–2026, પુણે” ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું, જેને તેમણે સ્વીકારી આયોજનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી.
આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા Gau Tech–2026 ના સંરક્ષક શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર તથા GCCI ના જનરલ સેક્રેટરી મિતલ ખેતાણી, નટવર સોની (USA) અને ગૌપ્રેમી મિલન એરવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































