#Blog

કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 3 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુબનાવ્યું.

વોર્ડ નં-૩ માં રેલનગર વિસ્તારમાં પાસે પાણીની  જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ માંથી  રિચાર્જ બોર કર્યો. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે.

 જ્યાં પાણીની જરૂરિયાત  છે અને જનતાને રોજિંદા જીવનમાં તકલીફો ભોગવવી પડે છે ત્યાં બોર રિચાર્જ તથા બોર કરવામાં આવશે.

               આ પ્રોજેક્ટને લઈને કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી એ જળસંચયનો અર્થ માત્ર પાણી બચાવવા પૂરતો સીમિત નથી પરંતુ તે ખરા અર્થમાં સમાજને જીવનદાન આપવાનું કાર્ય છે. દરેક પરિવાર સુધી પૂરતું અને શુદ્ધ પાણી પહોંચે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ પ્રસંગે કોર્પોરેટરશ્રી કુસુમબેન ટેકવાણી, વૉર્ડ નં-૩  ના કોર્પોરેટરશ્રીઓ,  વોર્ડ નં-૩ ની સંગઠનની ટીમ,  હિતેશભાઈ રાવલ, અભય નાઢા, જીતુ કુગાશિયા તમામ ટાઉનશીપ ના પ્રમુખો રહેવાસીઓ, સોસાયટી મેમ્બર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક બની રહ્યો હતો અને સ્થાનિકોના ખુશીના ઝળહળતા ચહેરા જોવા મળ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *