સથવારો ફાઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મહાદેવર મંદિર, ત્રંબાના સંયુકત ઉપક્રમે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય મેળો યોજાશે.

સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલ દ્રારા મેળામાં પધારનાર તમામ ભાવિકોને મહાપ્રસાદ–ફરાળ કરાવાશે.
સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશનનાં પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ સતત કરવામાં આવે છે. સથવારો શઉન્ડેશન તથા ત્રંબકેશ્વર મંદિર, ત્રંબાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮/૦૮/૨૦૨૫, ગુરૂવારના રોજ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ઋષિ પંચમીના પાવન પ્રસંગે લોક સાંસ્કૃતિક અને ભાતીગળ ભવ્ય મેળો યોજાશે. મેળામાં પધારનાર તમામ ભાવિક ભકતજનો માટે સથવારો ફાઉન્ડેશનના કેતન પટેલ દ્વારા મહાપ્રસાદ–ફરાળ નું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવનાર ૧ લાખથી વધુ લોકોને સાંબાની ફરાળી ખીચડી, ફરાળી ચેવડો, બટેટાની સુકીભાજી, મરચા સહિતની વસ્તુઓ પ્રસાદ રૂપે પીરસવામાં આવશે. સમગ્ર આયોજન અંગે સથવારો ફાઉન્ડેશનનાં પ્રમુખ અને રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય સમિતીના ચેરમેન કેતનભાઇ પટેલના માર્ગદર્શનમાં શૈલેષભાઈ હાપલીયા, ઉમેશભાઈ ભુત, વિશાલ ગજેરા, સુધીરભાઈ ઠુંમર, જીનલભાઈ રૈયાણી, પરાક્રમસિંહ જાડેજા, સંજયભાઈ વઘાસીયા તથા કસ્તુરબા ધામ ત્રંબાના રતીભાઈ ત્રાપસીયા, મનુભાઈ ત્રાપસીયા સહિતની કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































