#Blog

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા “મહાશિવરાત્રી”ના પાવન પર્વ નિમિત્તે અને “કાઉ હગ ડે” નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા “મહાશિવરાત્રી” તા.15–02–2026, રવિવાર અને “કાઉ હગ ડે” તા.14–02–2026, શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.
હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર “મહાશિવરાત્રી” આગામી તા.15-02-2026, રવિવાર અને “કાઉ હગ ડે” તા.14–02–2026, શનિવારના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન,ચીકન,મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા દર વર્ષ આ અંગેનું જાહેર નામું બહાર પાડવામાં આવે છે. તો આ વર્ષે પણ દરેક જીલ્લામાં સત્વરે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે રજૂઆત કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *