#Blog

આપના દ્વારા અપાયેલુંદાન જીવન પર્યત ફળ આપતું રહે છે.

એમ કહેવાય કે અમૂલ્ય માનવજીવન મળવું એ દુર્લભ છે, એ મળ્યું છે, ત્યારે તેનો સારામાં સારો ઉપયોગ હોય તો પરિવારને જાળવણી, સમાજની જાળવણી અને દેશની રક્ષા આ માટે તો સૌથી ઉત્તમ હોય તો તે દાન ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે.
મિત્રો ખેતરમાં એક દાણો વાવીએ તો 1,000 દાણા થાય કુદરત આપણને આપે છે જેને પર્યાવરણ કહીએ ધરતીમાતાનું બીજ જેનું આપણને ફળ ફ્રૂટ આપે છે અને ધરતીમાંમા વાવેલું બીજ છે, દાન આકાશી ખેતી છે જે આકાશમાં ઉગે છે તો એનું ફળ આપણને દેખાય એમ ગણી તો પહેલા પરિવાર મળે છે પ્રતિષ્ઠા મળે પૈસા, પ્રસન્નતા, પ્રેરણા પ્રભુ મળે છે. દાખલા તરીકે ગણીએ તો શ્રમનું દાન નાનામાં નાની ખિસકોલી પણ રામસેતુ બનતો હતો ત્યારે પોતાના શરીર ઉપર રેતીના નાના-નાના કણ લઈને પણ પુલમાં નાંખતી હતી, હજારો વાનરોએ પુલ બનાવવામાં મહેનત કરી અને થયો પુલ થયો, પરંતુ રામાયણમાં ખીસકોલીનો ઉલ્લેખ છે એવી જ રીતે રામ તો રાજા હતા, હજારો લોકોએ એને 56 ભોગ ધરાવ્યા હશે પણ શબરીના બોર જેણે મનથી કે મારે પ્રભુને ક્યાંક પ્રસાદ દેવો છે મનથી નક્કી કર્યું આ મનનું પણ પરિણામ એ રામાયણમાં એનો ઉલ્લેખ છે. તેવી જ રીતે આપણે ગણીએ તો જેને ભાવપૂર્વક તન અને મન જોડીને નરસિંહ મહેતા, મીરાબાઈનાં ભજન આપણે વર્ષોથી ગાઈ રહયાં છીએ. અને ધનનું દાન કરનાર કર્ણ, ભામાશા, એવા અનેક દાતાઓના નામ અનેક રાજા રજવાડાઓએ મંદિરો બનાવ્યા છે, કુવા, વાવ બનાવ્યા છે કે સારા કર્મો કર્યા છે. એના આજે નામ ઉલ્લેખ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. આ વાત થઈ જૂના જમાનાની અને ઇતિહાસની વાત ગણીએ છીએ પરંતુ જો આપણે અત્યારના સમયમાં ગણીએ તો આ કદાચ મારો તર્ક ખોટો પણ હોઈ શકે, પણ માનવા માટેના સરળ કારણ પણ એવાજ દેખાય છે જે હું રજૂ કરું છું.
1948 માં ભારત આઝાદ થયું પછી સરદાર વલ્લભભાઈ પટેલ ફરતા ફરતા સોમનાથ મંદિર તરફ આવે છે અને સોમનાથની જે દશા જોવે છે. તે આપ પણ સોશ્યલ મીડિયા પર જોઈ શકશો કે કેવી હાલતમાં હતું. ત્યારે પણ ખૂબ મોટું યોગદાન વાપરીને પોતાના સંકલ્પ બળથી લોકો પાસે પૈસા વપરાવીને એ મંદિરને ખૂબ સરસ રીતે સારું કરવાનું કામકાજ ચાલુ કર્યું. 1950 માં પોતે તો દેવ થઈ ગયા પણ ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ કાયને વેગ આપવા 1951 માં એની પૂર્તિ કરી અને સુંદર મંદિરનું નિર્માણ જે આપણે આજે પણ જોઈ શકીએ છીએ બન્યું. હવે વાત આવે છે ભગવાન દાનનો સંકલ્પ તમારો પૂરો તો કર્યો પણ એનાથી એનું રિઝલ્ટ એ જ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા નર્મદા કિનારે મૂકી. જો આ જ પ્રતિમા મુંબઈ, દિલ્હી કે કરમસદમાં મૂકી હોત તો ! પણ નર્મદાનો એક એક કંકર શંકર છે એમ કહેવાય. વર્લ્ડની મોટામાં મોટી અને પોતાની ભવ્ય પ્રતિમા મંદિર કરતાં પણ ઊંચી પ્રતિમા પણ આજે લાખો લોકો સોમનાથ અને લાખો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય છે તો આ ભવ્યતા જે કુદરત આપણને પરત આપે છે એ ચોખું સ્પષ્ટ થતું હોય કે ક્યાંકને ક્યાંક આપણે કરેલું અમૂલ્ય દાન કરીને આપણને પરત આપે છે અને ભગવાન બદલો આપે જ છે.
આ ભગવાનના આશીર્વાદ મેળવવા પ્રભુનું કાર્ય કરવાનો કોઈપણ સંકલ્પ કરો અને સારું કામ જ્યારે તમે આરંભ કરો અને એના માટે તમારા તન, મન, અને ધનનો ઉપયોગ એ ભગવાનના ચોપડે ચોક્કસ નોંધાતો હોય છે.
આજે કોઈ સારું કામ કરશો તો લોકોનો પરિવાર, સમૂહના સમૂહ જોડાઈ જાય છે. પ્રતિષ્ઠા એટલે નામના તો છે પણ એ કામ માટે પ્રતિષ્ઠિત થવું પડે છે, પૈસા મળે છે સારું કામ કરવાવાળા માણસને આજે પૈસા ગોતવા જવું પડતું નથી. દાન આપનારને અને દાન લેનાર બન્નેને પ્રસન્નતા આવે છે અને આ કારણ જોઈને બીજાને પ્રેરણા થાય છે પણ પ્રભુ સાથે છે તો જ આ બધું કાર્ય થઈ શકે છે માટે આપને યોગ્ય લાગે તે રીતે તન, મન અને ધનથી દાન કરી અને માનવ જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ.
-રમેશભાઈ ઠકકર (મો. 99099 71116)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *