#Blog

મહાદેવજીના શિવલિંગ ઉપર બીલીપત્ર, દૂધ અને જલ શા માટે ??

હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થાય છે કે દૂધ અને પાણી દ્વારા
સુક્ષ્મ જીવોનો અને પ્રકૃતિનો ખોરાક બને છે.

ભારત એ ઋષિ-મુનિઓ, સંતો-મહંતો અને આધ્યાત્મિક આદર્શોનો દેશ છે. અહીં “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ” જેવી સર્વહિતની ભાવનાઓ ધર્મજીવનનો આધારભૂત સ્તંભ બની રહી છે. આ શ્લોક દ્વારા દરેક જીવમાત્રના સુખ, આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવે છે. આધ્યાત્મિક પરંપરા પ્રમાણે, માણસ માત્ર પોતાનું નહીં, પરંતુ આખી સૃષ્ટિના કલ્યાણ માટે જીવવાનો સંદેશ આપે છે. પ્રકૃતિ સાથે સહજીવન, પર્યાવરણનું રક્ષણ અને દરેક જીવના હિત માટેના પ્રયાસો આપણા શાસ્ત્રો અને ઉપદેશોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. ઋષિમુનીઓ દ્વારા આપવામાં આવેલ વિધાન એ ફક્ત ધાર્મિક નહિ પરંતુ આજની વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ મહત્વપૂર્ણ છે. જગતના આદિદેવ મહાદેવ સર્વોનું કલ્યાણ ઈચ્છે છે. શિવલિંગ ઉપર બીલીપત્ર, ગાયનુ દૂધ અને કાસ્યપાત્ર દ્વારા સતત વેહતી જલ ધારા ચડાવું જોઈએ તેવું વિધાન છે. જેથી ધરતી માતાનું પોષણ અને ધરતીના ગગનના અને પાણીના સુક્ષ્મ જીવોનો ખોરાક કદાચ આ રીતે જ પોહાચાતો હશે એવું માનવામાં આવે છે અને જેથી શ્રાવણ માસમાં આ પ્રયોગને વધુ ને વધુ લોકો લાભ લે અને આપની જાણ મુજબ વરસાદના સમયમાં જે હરિયાળી હોય છે આ સમયમાં વૃક્ષો અને સુક્ષ્મજીવો પણ વધુ હોય છે. તેને પણ આ પોષણ મળતું હશે જેના હિશાબે સમગ્ર જીવસૃષ્ટિને ખોરાક મળી રહે તે રીતે વિષેશ ફળ આપનાર દર્શાવીને મનુષ્ય જીવોને વધુ ને વધુ શિવલીંગની પૂજાનું મહત્વ સમજાવ્યું છે અને સાથે સાથે માનવ જીવો માટે પણ બ્રહ્મ ભોજન અને બાળ ભોજનનો પણ મહિમા દર્શાવામાં આવે છે.
રમેશભાઈ ઠક્કર મો નં – +૯૧ ૯૯૦૯૯ ૭૧૧૧૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *