#Blog

પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’માં તા, 21 સપ્ટેમ્બર રવિવારના રોજ “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાનાર સેવા પખવાડીયાના પાવન અવસર પર પ્રાકૃતિક ખેતીના આગેવાનોનો સહભાગ અને ગૌપૂજનનો ભવ્ય કાર્યક્રમ

કિશાન ગૌશાળા દ્વારા તા. 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે 04:00 કલાકેથી “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રફુલભાઈ સેંજલિયાના માર્ગર્દર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાયેલા સેવા પખવાડીયામાં પણ આ પ્રાકૃતિક ખેતીના સૌ આગેવાનો સહભાગી થશે અને ગૌ પૂજન પણ કરશે.

પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રફુલભાઈ સેંજલિયા એક અગ્રણી પ્રેરણાસ્ત્રોત તરીકે ઓળખાય છે. વર્ષોથી તેઓ ખેડૂતોને રસાયણમુક્ત, પ્રાકૃતિમૈત્રી અને આરોગ્યપ્રદ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમના પ્રભાવશાળી વ્યાખ્યાનો, વર્કશોપ્સ અને પ્રાયોગિક પ્રદર્શનોથી અનેક ખેડૂતો પ્રેરાયા છે અને પ્રકૃતિ સાથે સુમેળમાં ખેતી કરવાની દિશામાં આગળ વધ્યા છે. પ્રફુલભાઈ સેંજલિયાનું સ્પષ્ટ ધ્યેય છે કે ગૌઆધારિત ખેતી અને જૈવિક પદ્ધતિઓ દ્વારા માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સમગ્ર સમાજને આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રાપ્ત થાય. તેમના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને ઝેરમુક્ત પાકનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે, જે આવનારી પેઢીઓ માટે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.

આજના ઝડપી બદલાતા યુગમાં કૃષિ ક્ષેત્રમાં અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પાકની ઉપજ વધારવા માટે વધતી જતી માત્રામાં રાસાયણિક ખાતર, જીવાતનાશકો અને કૃત્રિમ દવાઓનો ઉપયોગ થતો રહ્યો છે. આ પ્રથા એક સમયે ખેડૂતો માટે તાત્કાલિક લાભદાયી સાબિત થઈ હશે, પરંતુ લાંબા ગાળે તે જમીન, પાણી, પર્યાવરણ તેમજ માનવ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ છે. આ સંજોગોમાં ઓર્ગેનિક ફાર્મિંગ (સજીવ ખેતી) એક અનિવાર્ય જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ એ પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા ખેતી કરવાનો એવો માર્ગ છે, જે જમીનની ઊર્જા જાળવી રાખે છે, પાણીનો સદુપયોગ કરે છે અને પાકને ઝેરમુક્ત બનાવે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરોના બદલે ખાતર, વર્મી-કોમ્પોસ્ટ, ગૌમાતા આધારિત જીવામૃત અને પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરષોતમભાઈ રૂપાલા, રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રીઓ ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રીય મંત્રી) સહિતનાઓને આમંત્રણ અપાયું છે.

મહેમાનો તરીકે ધીરુભાઈ રામાણી, ભરતભાઈ પરસાણા, કાંતિભાઈ પટેલ,  કરૂણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, શ્રીજી ગૌશાળાના ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર, સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, ગીરગંગા પરીવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયા, વીરાભાઈ હુંબલ, ચંદુભાઈ હુંબલ, દિલીપભાઈ સોમૈયા, પ્રકાશભાઈ ચોટાઈ, પારસભાઈ મોદી, ડૉ રશ્મિકાંત મોદી, ભરતભાઈ ભીમાણી, શેતૂરભાઈ દેસાઈ, તુષારભાઈ મહેતા રાજુભાઈ કાનાબાર, પ્રફુલભાઇ ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, વર્ધમાન યુવા ગ્રુપ, કેર ગ્રુપ, ચંદ્રકાંતભાઈ શેઠ, વિરજીભાઈ રાદડીયા, સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે.  કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે તેમજ  કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન ચલાવવામાં આવે છે જેમા ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો વાવવા તેમજ ઔષધીય વૃક્ષો વાવવા અને શાકભાજી વાવવા તથા ડ્રીપથી પાણી આપવા માટે પાણી બચત થાય તે માટે ખેતરના શેઢે ખેત તલાવડી કરવા સહિતની ઓર્ગેનીક ખેતી માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટેનું કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા એક મોડલ ફાર્મ પણ થોરાળા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલ છે જેમાં કોઈપણ ખેડૂત જો રૂબરૂ મુલાકાત લ્યે તો પ્રાકૃતિક ખેતી શું છે અને કેવી રીતે થઈ શકે તે જાણી શકાય.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો વિશાળ હોલ જાહેર જનતા માટે કોઈપણ ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે અને એ પણ લાઈટ, પાણી, સાઉન્ડ સીસ્ટમ સાથે જાહેર જનતાને કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે કે, કોઈપણને ધાર્મિક કાર્યક્રમ કે ધૂન, ભજન, કથા કરવા માંગતા હોય અને જગ્યાની વ્યવસ્થા ન હોય તો કિશાન ગૌશાળા ખાતે આવેલ સત્સંગ હોલ નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે,  રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે કિશાન ગૌશાળાનાં  ચંદ્રેશભાઈ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી દરમ્યાન  કિશાન ગૌશાળામાં ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે  સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે  ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ  ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશાન ગૌશાળાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, કિશોરભાઈ વરસાણી, પ્રવિણભાઈ વસોયા, જયંતીભાઈ તારપરા, રસીકભાઈ વોરા, સંજયભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ બરાસરા, રાજુભાઈ ચોવટીયા, ખોડીદાસભાઈ નંદાણીયા, રમેશભાઈ મોલીયા,અશોકભાઈ (ઉમેશ સ્ટેશનરી ગ્રુપ), ભરતભાઈ, ગોરધનભાઈ ચૌધરી, તુલસીભાઈ મુંગરા, બાબુભાઈ મુંગરા, ભરતભાઈ પરસાણા, ચંદુભાઈ કથીરીયા, સુરેશભાઈ કથીરીયા, ચંદ્રેશભાઈ વેકરીયા, મનસુખભાઈ રૈયાણી, લલીતભાઈ ગોંડલીયા, જયેશભાઈ કોટડીયા, અક્ષર હાર્ડવેર ગ્રુપ (મવડી), દિનેશભાઈ સખીયા, દેવશીભાઈ બુસા, રજનીભાઈ તળાવીયા, રાજુભાઈ ગઢીયા, દિલીપભાઈ ગઢીયા, મહેશભાઈ સંખાવરા, હરેશભાઈ બારસીયા, હસુભાઈ ગઢીયા, જલ્પેશભાઈ કાનાણી, વિરલભાઈ પાદરીયા, મયુરભાઈ પાદરીયા, નૈમીષભાઈ રામાણી, રમેશભાઈ કાછડીયા, શૈલેષભાઈ રંગાણી, વિપુલભાઈ ડોબરીયા, સુરેશભાઈ અમીપરા, મહેન્દ્રભાઈ મુંગરા, વરૂણભાઈ સીદપરા, રીકીનભાઈ આસોદરીયા, જયેશભાઈ કમાણી, કૈલાશભાઈ દેવડા, કાનજીભાઈ ભાગીયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *