#Blog #politics

એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલન યોજાયું.જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. – પ. પૂ. જે.પી ગુરુદેવજી.ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું.કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. – ભુપેન્દ્રભાઈ પટેલ.ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર એનીમલ હેલ્પલાઈનનાં સંચાલકોને અભિવાદન – રાઘવજીભાઈ પટેલ

છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા જીવદયા – ગૌસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં  ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન, જીવદયા શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર અને  એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જૈન ધર્માચાર્ય પ. પૂ. આચાર્ય ભગવંત જે. પી.ગુરુદેવ, ગુજરાતનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,રાજુભાઈ ધ્રુવ, રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર પ્રભવ જોશી, કમિશનર ઓફ પોલીસ રાજુ ભાર્ગવ,  પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ, પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર સચિવ ડૉ. ગોહિલ, ભાનુભાઈ મહેતા, દુષ્યંતભાઈ મહેતા તેમજ અનેકવિધ ગૌશાળા, પાંજરાપોળોનાં સંચાલકો, જીવદયાપ્રેમીઓએ મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપી.

કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે, જીવદયા – પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર મહેન્દ્રભાઈ સંગોઈ, ગિરીશભાઈ નાગડા(એન્કરવાલા અહિંસાધામ – કચ્છ), અજયભાઈ અને શ્રીમતી બીનાબેન શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન), વિજયભાઈ ડોબરિયા(પ્રમુખ, સદભાવના વૃદ્ધાશ્રમ), અર્હમ યુવા સેવા ગ્રુપ, જલારામ ગૌશાળા (ભાભર), કમલેશભાઈ શાહ (વર્ધમાન પરિવાર, મુંબઈ), વિરેશભાઈ બારાઈ પરિવાર, શ્રીમતી ગીરાબેન શાહ, જોલીબેન પટેલ(જીવદયા ટ્રસ્ટ – અમદાવાદ), દેવેન્દ્ર જૈન (સમસ્ત મહાજન), સુનિલ માનસીઘકા(નાગપુર), ડૉ. હિતેશ જાની(આયુર્વેદાચાર્ય), ડૉ. પ્રભુદાસભાઈ  તન્ના (શ્રીજી ગૌ શાળા), શ્યામભાઈ ખનકભાઈ પારેખ, એડવોકેટ અભય શાહ, ચંદ્રેશભાઈ પટેલ, યોગેશભાઈ પાંચાણી(સદભાવના બળદ આશ્રમ), વિરાભાઈ હુંબલ(પ્રખર ગૌસેવક) સહીતનાં જીવદયા પ્રેમીઓનું સન્માન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રિય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથિરીયાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતનાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “ગૌશાળામાં ગાય વધારે આવે અને ફંડ આવતું ન હોય, કરૂણ પરિસ્થિતિ હોય એવા સમયે પણ બધી જીવદયા સંસ્થાઓએ પોતાનું સેવાકાર્ય જાળવી રાખ્યું છે તે ખુબ સારી વાત કહેવાય. લોકો કીડીનું દર પૂરવા લોકો નીકળતા હોય, ગાયને, કૂતરાને રોટલી આપવી એ આપણી સંસ્કૃતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ભારતની સંસ્કૃતિ જાળવવાની પ્રેરણા આપી છે.” તેમણે  ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતીની તરફેણ કરી હતી. સદભાવના વૃદ્ધાશ્રમને 20 લાખ વૃક્ષોનાં વાવેતર બદલ અભિવાદન આપ્યા હતા. ગુજરાતનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સંસ્થાની કામગીરીઓ મે રૂબરૂ જોઈ છે. પશુ, પંખીઓની સારવાર કરવી તેમની કાળજી લેવી. તેમને સંસ્થાના સૌ સંચાલકો માટે ખૂબ માન થાય છે. તેમણે આવી ઉત્તમ જીવદયાની પ્રવૃત્તિ કરનાર સંસ્થાનાં સંચાલકોને અભિવાદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ સંસ્થા આ પ્રવૃત્તિઓ વધુ કરે તેવી કામના પણ કરી હતી. જીવદયાની પ્રવૃતિઓ વિષે રાજ્ય સરકારનો તમામ સાથ સહકાર આપવામાં આવશે.”. જૈન ધર્માચાર્ય પ. પૂ. આચાર્ય ભગવંત જે.પી ગુરુદેવજીએ પોતાના પ્રવચનમાં સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, “જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્યારું છે. પોતાનું જીવન વ્હાલું છે માટે જીવદયા મહાન છે. તન, મન, ધન, વચન અને સર્વસ્વનાં માધ્યમથી ‘ અહિંસા પરમો ધર્મનું પાલન કરવું અને કરાવવું જોઈએ. આજે દુનિયામાં કરુણા અને કરુણતા વચ્ચે અધિકાંશ લોકો કરુણતાનો ભોગ બનેલા છે પરંતુ જેના ભીતરમાં પ્રભુની કૃપા વરસે તેમાં કરુણા વસે છે. જે કાપે એ ક્યારેય અહિંસક ન બની શકે. બીજા જીવો પર ખતરો ન પેદા કરવો એ જ સાચી માનવતા છે.” સમસ્ત મહાજનનાં દેવેન્દ્રભાઈ જૈને પર્યાવરણની પહેલાની અને વર્તમાનની પરીસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પહેલાનાં સમયમાં ગાયનું ઘાસ પણ મફત માં મળતું હતું. ગાય ઈચ્છે ત્યાં ચરી શકતી હતી. હવે તેમને સાચવવા માટે ઘાસ પણ મફતમાં નથી મળતું આવા સમયે જીવદયા પ્રેમીઓએ ધીરજ રાખવી જોઈએ. તેમણે મુખ્ય મંત્રીએ 500 કરોડની સબસીડી આપી છે તે બદલ તેમનો આભાર માન્યો હતો. જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટનાં ગીરાબેન શાહે જણાવ્યું હતું કે, “સંસ્થાનું ગામે ગામ પશુ, પક્ષી એમ્બ્યુલન્સ ચાલવી જોઈએ એ સ્વપ્ન પૂરું થાય એવી સૌ ની  ઈચ્છા છે.” શ્રીજી ગૌશાળાનાં રમેશભાઈ ઠક્કરે પર્યાવરણ અને ગૌમાતાની જાળવણી અંગે જણાવ્યું હતું કે, “ઝાડ પર્યાવરણ ઉપરાંત આયુર્વેદમાં ઉપયોગી છે. વર્તમાન સમયમાં બધાએ ગાય નડે છે એવું માનવાનું બંધ કરવું જોઈએ.” તેમણે જે દાતા પરિવારો સતત તેમની સાથે જોડાય છે એમને વંદન કર્યા હતા. શ્રીજી ગૌશાળાનાં પ્રભુદાસભાઈ તન્નાએ પ્રકૃતિથી વિમુક્ત લોકોને પ્રકૃતિથી જોડવામાં તન, મન, ધન થી ઉપયોગી થવાની ભાવના વ્યકત કરી હતી. અર્હમ યુવા સેવા ગ્રુપનાં શેતુરભાઈ દેસાઈએ કરુણા ફાઉન્ડેશનની દરેક પ્રવૃતિઓ માટે સંસ્થાને અભિવાદન પાઠવ્યા હતા. એડવોકેટ અભય શાહે જણાવ્યું હતું કે, “આપણને જીવ માત્રનું કલ્યાણ થાય એવી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરવા માનવ જીવન પ્રાપ્ત થયું છે.” સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, “જીવના જોખમે જીવદયા પ્રેમીઓ પોતાના સત્કર્મો કરતા રહે છે.” ડૉ હિતેશ જાનીએ જણાવ્યું હતું કે, “ગૌશાળા તો આપણા ઘરની હોય. ગૌશાળા એ યુગ ધર્મ છે.“ સંસ્થાનાં ટ્રસ્ટી ગૌરાંગભાઈ ઠક્કર અને એડવોકેટ કમલેશભાઈ શાહે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે લોકોને જણાવ્યું હતું. ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે પહેલાનાં સમયમાં એવું કહેવાતું કે, “જે ઘરના આંગણે તુલસીનો ક્યારો ને ગાય હોય તે ઘરને હિન્દુનું ઘર કહેવાય.” મનીશભાઈ ભટ્ટે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જીવદયા પ્રેમીઓનું અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “રાજકોટ સેવાની નગરી અને સેવાનું પાવર હાઉસ છે. પૂ. મહાત્મા ગાંધીજી, રણછોડ દાસજી બાપુ સહિતનાં અનેકો મહાનુભાવોની પાવન પગલાંની પુણ્યભૂમિ છે.  સેવાના કાર્યમાં જોડાઈને સાચા અર્થમાં આપણા જીવનને સાર્થક કરીએ.”એડવોકેટ ડૉ. માધવભાઈ દવેએ જણાવ્યું હતું કે, “જીવન ભર સેવા યજ્ઞ જેમણે ધારણ કર્યો છે તેમની વચ્ચે ઉપસ્થિત રહીને આનંદનો અનુભવ થાય છે.” યોગેશભાઈ પાંચાણીએ પર્યાવરણની મહત્તા સમજાવતા જણાવ્યું હતું કે, “વૃક્ષો વાવવા કરતા કાપીએ નહિ તો પણ ઘણું છે.” સંસ્થાનાં ટ્રસ્ટી ધીરુભાઈ કાનાબારે ‘જીવદયામાં સોશિયલ મીડિયાનું મહત્વ’ વિશે ગૌશાળા, પાંજરાપોળોને સમજાવ્યું હતું. ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની સફળતા માટે ગીરિશભાઈ શાહ(સમસ્ત મહાજન), જયેશભાઈ જરીવાલા(આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ), ભરતભાઈ મહેતા પરિવાર (હોટલ ભાભા), ડો. રશ્મિકાંતભાઈ મોદી, કલ્પકભાઈ મણિયાર, જ્યોતીન્દ્રભાઈ મહેતા, જગદીશભાઈ – ભરતભાઈ ભીમાણી, ચંદુભાઈ – વીરાભાઈ હુંબલ, ચંદ્રકાંતભાઈ શેઠ, જયંતિભાઈ કાલરીયા, ધર્મેશભાઈ મનુભાઈ મહેતા,મુકેશભાઇ પાબારી,વર્ધમાન યુવક ગ્રુપ,જયંતીભાઈ પટેલ, અમિતભાઈ સંઘવી સહિતનાઓની શુભેચ્છાઓ મળી હતી.   

કાર્યક્રમની સફળતા માટે મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *