ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો કાર્ય માટે ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. નાપ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા ૧૦ સોસાયટીના મેમ્બર્સ સાથે ભવ્ય મિટિંગનું આયોજન

ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. ના પ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ બાજુની અલગ-અલગ ૧૦ થી વધુ સોસાયટીના એપાર્ટમેન્ટના લોકોને પાણીનું યોગ્ય જતન કરવાની માહિતી મળે તેવા હેતુથી ભવ્ય મિટિંગનું આયોજન કરેલ. આજે દિવસે દિવસે લોકો પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. તેથી જમીનના તળમાં પાણીના ખુબ જ ઉંડા જતા રહ્યા છે. તે પાણી ખારું, તુરુ, કડવું અને કડ્છુ હોવાથી પીવા લાયક કે રસોઈમાં ઉપયોગમાં આવે તેવું હોતું નથી કારણકે તેના વધુ પ્રમાણમાં TDS હોય છે. તેથી માનવ જાતમાં અનેક બીમારી આવે છે. તેમજ આ સૃષ્ટી પરના જીવો જેવાકે જળચર અને પશુ-પક્ષીઓને પાણી મળવું ખુબ મુશ્કેલ હોવાથી અનેક જીવો મૃત્યુના મુખમાં ધકેલાય ગયા છે. ત્યારે આપણે દરેક લોકોએ આપણા સુખાકારીમાં આપણા પરિવારની જિંદગી જ બીમારીઓમાં ધકેલી દીધી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના સંકલ્પને સિદ્ધ કરવા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ ગીરઘરભાઈ રૈયાણી એ દર વર્ષે લગ્ન દિવસે ૧,૦૦,૦૦૦ રૂપિયા, ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. ના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ દર વર્ષે ૫,૦૦૦ રૂપિયા, હિતેશભાઈ ધરસંડિયા એ દર વર્ષે જન્મદિવસ નિમિતે ૫,૫૫૫ રૂપિયા, નીતિનભાઈ પરસાણીયા દ્વારા પરિવારના દરેક સભ્યના જન્મદીવસે ૧,૧૧૧ રૂપિયા એટલે કે ૭ સભ્યના ૭,૭૭૭ રૂપિયા આજીવન આપશે, જન્મદિવસ નિમિતે ૧,૦૦૦ રૂપિયા અને કુંદનભાઈ નાબ એ 51,૦૦૦, નિકુંજભાઈ કડવાની એ ૫૦૦૦ રૂપિયા અને આર્યાબેન કિશોરભાઈ કડવાની એ ૫,૦૦૦ રૂપિયા, હાસ્ય કલાકાર કિશોરભાઈ એ ૫૦૦ રૂપિયા, એવા અલગ અલગ દાન આપીને કાયમી સૃષ્ટિના સર્વે જીવોને રક્ષણ થાય તેવું કાર્ય કરી અને સહભાગી બન્યા છે ઉદ્યોગપતિશ્રી ગીરધરભાઈ રૈયાણી દ્વારા જણાવેલ કે, સમાજની સેવા કરવા માટે કોઈ પણ જાતના ધર્મના વડા હોવું જરૂરી નથી આ વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવા માટે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ રાખ્યા વીના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યમાં જોડાઈ જવું જોઈએ જેથી વરસાદનું શુધ્ધ પાણીના તળ ઊંચા આવશે અને બીમારીનું પ્રમાણ ઘટશે. ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. ના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ જણાવેલ કે, દરેક બહેનો વધુમાં વધુ પાણીનું જતન કરીને ઉપયોગ કરે અને દરેક ફ્લેટમાં વરસાદી પાણીની બચત માટે ટાંકા બનાવે અને તેમાં પરિવારને પીવા માટે પાણીની વ્યવસ્થા થાય અને ટાંકામાં વધારાનું પાણી રીચાર્જ બોરમાં જાય આજ રીતે ફેકટરીમાં પણ ઉદ્યોગપતિ જોડાઈ જાય અને ગામડા વાળા લોકો બોર,કુવા રીચાર્જ કરે અને ચેકડેમોની મરમત કરે તો ખુબજ પાણીનો સંગ્રહ થાય. લાફીંગ ક્લબના કિશોરભાઈ વડાલિયા દ્વારા હાસ્ય મીમીગ્રી દ્વારા પાણીનું મહત્વ સમજાવયુ. આ કાર્યક્રમમાં સાનિધ્ય ગ્રીન, કોસમોસ પ્લસ, ધ લીફ, પરમ, ફ્રેન્ડસ હાઈટસ, ફોરચુન વિવાન્તા, ગોલ કોઈન, પ્રદ્યુમન એસ્પાયર, સાનિધ્ય 253, સાનિધ્ય 254 ફ્લેટના પ્રમુખ તથા મેમ્બર્સ હાજર રહયા હતા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કિશોરભાઈ કાથરોટિયા, કાંતિભાઈ ભૂત, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહયા હતા.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































