#Blog

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા બજેટ અંગે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઈ. રજુઆતો અંગે સરકારશ્રીનો હકારાત્મક અભિગમ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી બજેટ 2025-26 માટે જૈવિક ખેતી માટેના પ્રોત્સાહન, “જૈવિક ગુજરાત મિશન”ની શરૂઆત, રાજ્યવ્યાપી જૈવિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું, જૈવિક ખાતરો, જીવાતનિવારક અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓ માટે સહાય, ખેડૂતોને સ્થાયી કૃષિ પદ્ધતિઓ માટે તાલીમ આપવા માટે કેન્દ્રોની સ્થાપના, જૈવિક ઉત્પાદનો માટે સમર્પિત સપ્લાઈ ચેઈન અને બજાર લિંકેજ વિકસાવવા, ગૌશાળા અને પાંજરાપોળ સાથે જોડાણ, ઉચ્ચ ગુણવત્તાવાળી જૈવિક ખાતરના ઉત્પાદન અને વિતરણ, પશુ કલ્યાણ માટે ગૌશાળા અને પાંજરાપોળ માટે આર્થિક સહાય, ઘાસચારો અને નાણાકીય સહાયમાં વધારો, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની  દૈનિક, કાયમી  સબસિડી આપવામાં આવે, દુષ્કાળ અને અછતના સમયે ચારા માટે ફોડર બેંકની સ્થાપના, ગૌચર વિકાસ યોજના, ગૌચર જમીનની ઓળખ, સુરક્ષા, સફાઈ, ગાંડા બાવળ કાઢી તેને સુરક્ષિત કરવા માટે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ,  દ્રષ્ટિપ્રેરક ભવિષ્યની યોજના, સ્થાયી ચારો સુરક્ષા માટે  દસ જિલ્લામાં ચારા બેંક બનાવવી, ગૌશાળા પુનઃ વિકાસ, માળખાકીય વિકાસ માટે રૂ.500 કરોડની ફાળવણી, આરોગ્ય વર્ધક પર્યટન, ગૌશાળાઓને ઈકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા વિગેરે બાબતો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી.

ગાંડો બાવળ એક પરદેશી આક્રમક જાતિ, જે આપણા પર્યાવરણ માટે ગંભીર ખતરો છે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે,  વૈજ્ઞાનિક અભ્યાસો વારંવાર દર્શાવે છે કે પ્રોસોપિસ જુલિફ્લોરા (ગાંડો બાવળ) સ્થાનિક ઇકોસિસ્ટમને ખોરવી નાખે છે, જમીનનું પાણી ખત્મ કરે છે અને જૈવ વૈવિધ્ય તથા કૃષિ માટે જોખમ ઉભું કરે છે.  માત્ર 30% જેટલી જ આઝમાવટ સાથે ગાંડો બાવળ દૂર કરવાનું ધીમું દ્રષ્ટિકોણ સમસ્યાને અનિશ્ચિત સમયમાં ખીંચે છે, આ નીતિ તીવ્રતાના અભાવને કારણે આ ક્રમને પેઢીગત સમસ્યામાં ફેરવી શકે છે. સમગ્ર રાજ્યમાં “ગાંડો બાવળ”ને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે એક સાદી અને સ્પષ્ટ સરકાર ઠરાવ (GR) લાવવા જેવુ ખાસ જરૂરી છે, ઉખાડેલા ઝાડના બાયોમાસને સીધો ઇંધણ તરીકે ઉપયોગમાં લેવા અને જટિલ પ્રક્રિયા ટાળવાની જરૂરિયાત છે, આ ઉપરાંત “ગાંડો બાવળ”ના સ્થાને સ્થાનિક વૃક્ષો રોપવા અને (ગૌચર) જેવા વિસ્તારોમાં ઘાસના મેદાનો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, જે સ્થાનિક પશુધન અને જૈવ વૈવિધ્ય માટે ફાયદાકારક સાબિત થશે વિગેરે બાબતો પર સરકારશ્રીને રજૂઆત કરેલ હતી.

ગુજરાતના જીવદયા પ્રેમી  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બજેટ 2025-26 અને જીવદયા, પર્યાવરણને લગતા તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ પગલાઓ લેવાની ખાત્રી આપી હતી.  અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો.ગીરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *