#Blog

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોનું ભવિષ્ય” વિષય પર વિશેષ સંવાદ

તા. 07-02-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે વેટરનરી ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સના વરિષ્ઠ નિષ્ણાત ૩૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ઘરાવનાર ડૉ. નિતીન માર્કંડેય સાથે સંવાદ

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોનું ભવિષ્ય” વિષય પર મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સભ્ય અને Gau Tech 2026 જેવા રાષ્ટ્રીય સ્તરના આયોજનના આયોજન સમિતિના સભ્ય ડૉ. નિતીન માર્કંડેય સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ. નિતીન માર્કંડેય વેટરિનરી ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સના ક્ષેત્રમાં દેશના અગ્રણી અને પ્રતિષ્ઠિત નિષ્ણાત તરીકે ઓળખાય છે, જેમણે પોતાના અનુભવ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ગૌવંશ પ્રજનન વિજ્ઞાનને નવી દિશા આપી છે. ૩૫ વર્ષથી વધુના શૈક્ષણિક, સંશોધન અનુભવ સાથે તેમણે ગૌવંશ પ્રજનન વિજ્ઞાન, દેશી નસ્લોના સંરક્ષણ અને વૈજ્ઞાનિક ગૌશાળા વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વેટરિનરી કોલેજ, પરભણી (MAFSU)ના પૂર્વ એસોસિયેટ ડીન તેમજ એનિમલ રીપ્રોડક્શન, ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે તેમની સેવા પ્રશંસનીય રહી છે. શિક્ષણ અને સંશોધન સાથે સાથે તેઓ ગૌ સેવાને ભાવનાત્મક અભિગમથી આગળ લઈ જઈ તેને વિજ્ઞાન, આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડતી દૃષ્ટિ માટે જાણીતા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સદસ્ય અને Gau Tech 2026 જેવા રાષ્ટ્રીય સ્તરના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

     આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ "OfficialGCCI" પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *