દ્વારકા સ્થિત “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન”ની મુલાકાત લેતાગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

દેવભૂમિ દ્વારકા નગરી ભગવાનશ્રી દ્વારકાધીશજી ના સાનિધ્યમાં જાણે કે સમુદ્રના ખોળામાં હોય એવા રમણીય વાતાવરણમાં દ્વારકાના સમુદ્ર કિનારે છેલ્લા એક વર્ષ ઉપરથી એક સેવાયજ્ઞનો પ્રારંભ થઈ ચૂકયો છે. દ્વારકામાં માનસિકરીતે દિવ્યાંગ બાળકો માટેની એક સુંદર સંસ્થા કે જેણે તિર્થનું સ્વરૂપ ધારણ કરેલ છે. આ સંસ્થાનું નામ “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન” છે. અહીંયા દ્વારકા ગામ તથા આસ-પાસ ના વિસ્તારો ઉપરાંત દેશભરના અલગ-અલગ પ્રાંત માંથી આવા “દેવદૂત” સમાન માનસિક દિવ્યાંગ બાળકો આનંદ અને પ્રેમથી અભ્યાસ તથા તાલિમ મેળવીને પોતાના જીવનને પણ સામાન્ય લોકો જેવું બનાવવા ઉત્સાહથી પ્રવૃત્ત થયા છે. જેથી તેઓ પણ સમાજમાં સમ્માનપૂર્વક જીવી શકે. દેવભૂમિ દ્વારકાની માનસિક દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થા “રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન” ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પધાર્યા હતા, તેમની સાથે-સાથે દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પબુભા માણેક, જિલ્લા કલેક્ટર શ્રી તન્ના સાહેબ, એસ.ડી.એમ. સાહેબ તથા અન્ય મહત્વના અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મંત્રીશ્રી એ સંસ્થાની પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું અને દરેક વિભિન્ન વિભાગો જેમાં આભ્યાસના અનેક ગ્રુપ જેવા કેર ગ્રુપ, ટ્રેઈનેબલ ગ્રુપ, એજયુકેબલ ગ્રુપ આ ઉપરાંત બાળકો માટેની જુદી-જુદી થેરપી જેમકે મ્યુઝિક થેરાપી, સ્પીચ થેરાપી, સોશીયલ થેરાપી, ફીઝીયો થેરાપી અને સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવી. બાળકો માટે સંસ્થા જે પ્રકારની શિક્ષણ, રહેઠાણ અને સ્નેહપૂર્ણ વાતાવરણ પ્રદાન કરે છે તે તેમને અત્યંત ભાવમય. મુલાકાત દરમિયાન સંતાન સમાન દિવ્યાંગ દીકરા દીકરીઓએ પુષ્પોથી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને પોતાની કળાત્મક પ્રતિભાનું દૃશ્યરૂપ “ચારણ કન્યા” પર્ફોર્મન્સ દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા. કેબિનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને પબુભા માણેકએ તેમની વ્યસ્તતા છતાં પણ બાળકો સાથે સમય વિતાવ્યો, તેમને આશીર્વાદ આપ્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી. મુલાકાત દરમિયાન સંચાલકો સાથે મળીને સંસ્થા આગળ વધે તે માટે શક્ય સહાયની ખાતરી પણ આપી. તેઓએ સંચાલનમાં આવતી મુશ્કેલીઓ અને જરૂરી સપોર્ટ અંગે રસપૂર્વક ચર્ચા કરી અને શક્ય તેટલો સહયોગ આપવાનો વાયદો કાર્યો છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળે તેમજ તમામ કર્મચારીઓએ તેમના કિંમતી સમય માટે આભાર વ્યક્ત કર્યો અને તેમને ફરી મુલાકાત લેવાની શુભેચ્છા સાથે વિદાય આપી. ભવિષ્યમાં પણ સંસ્થા અનેક દિવ્યાંગ બાળકો માટે હજી ઘણું કરવા ઈચ્છે છે. આ સંસ્થાની મુલાકાત લેવા અને વધુ માહિતી માટે મો : 98790 16440 પર સંપર્ક કરવા જણાવ્યું છે.