“પંચગવ્ય આધારિત ઓઝોન ઉપચાર અને ગાય આધારિત સ્વાસ્થ્યનું ભવિષ્ય” વિષય પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “પંચગવ્ય આધારિત ઓઝોન ઉપચાર અને ગાય આધારિત સ્વાસ્થ્યનું ભવિષ્ય” વિષય પર “Gau Tech–2026” ની આયોજન સમિતિના સભ્ય તેમજ આયુર્વેદિક ચિકિત્સક ડૉ. દિલીપ કુલકર્ણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ વીશેષ સંવાદ દરમિયાન ડૉ. દિલીપ કુલકર્ણીજીએ પોતાના આયુર્વેદ ક્ષેત્રના ચાર દાયકાથી વધુના અનુભવો, આ માર્ગ અપનાવવાની પ્રેરણા તથા પંચગવ્ય આધારિત ચિકિત્સા પ્રત્યેના તેમના વિશેષ ઝુકાવ અંગે વિગતે વાત કરી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારતીય પરંપરામાં રહેલું પંચગવ્ય જ્ઞાન આજના સમયમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાઈને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી બની શકે છે. પંચગવ્ય અને ઓઝોનના સંયુક્ત પ્રભાવ અંગે સમજાવતાં તેમણે જણાવ્યું કે આ પદ્ધતિ શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારીને કોષીય સ્તરે આરોગ્ય સુધારવામાં સહાયક બને છે. ખાસ કરીને ઘૂંટણના દુખાવા, સંધિવા અને હાડકાં સંબંધિત સમસ્યાઓમાં આ ચિકિત્સા અસરકારક સાબિત થઈ છે. તેમણે કહ્યું કે અનેક દર્દીઓમાં ઇન્જેક્શન કે સર્જરી વિના રાહત મળી છે અને ઘણા કેસોમાં જોડાણ પ્રત્યારોપણ ટાળવું શક્ય બન્યું છે.
ડૉ. કુલકર્ણીજીએ આ પદ્ધતિની સલામતી, એકદિવસીય આરોગ્ય શિબિરોમાં દર્દીની તપાસથી લઈને સારવાર સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે પણ વિગતવાર માહિતી આપી. તેમણે પોતાના અનુભવના આધારે કેન્સર, કિડની અને અન્ય ગંભીર રોગોમાં સહાયક સારવાર તરીકે પંચગવ્ય આધારિત ઓઝોન ચિકિત્સાની સંભાવનાઓ પર પણ પ્રકાશ પાડ્યો. ગ્રામિણ ભારતમાં ગૌ-આધારિત સ્વાસ્થ્ય કેન્દ્રોની વિશાળ શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી. ડૉ. કુલકર્ણીજીએ જણાવ્યું કે ગૌશાળા માત્ર ગાયોના સંરક્ષણનું કેન્દ્ર નહીં પરંતુ સ્વાસ્થ્ય, રોજગાર અને સમાજસેવાનો શક્તિશાળી આધાર બની શકે છે.
આ પ્રસંગે Gau Tech 2026 પુના અંગે પણ વિશેષ ચર્ચા થઈ. તેમણે જણાવ્યું કે આવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચો ગૌ-આધારિત સંશોધન, ટેક્નોલોજી, નવીનતા અને ઉદ્યોગોને નવી દિશા આપે છે તથા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજી જેમ કે ઓઝોન થેરાપી અને આધુનિક રિસર્ચ સાધનો નો સંગમ ભવિષ્યની આરોગ્ય વ્યવસ્થાનું મજબૂત પાયાનું નિર્માણ કરશે.
અંત ડૉ. કુલકર્ણીજીએ યુવા આયુર્વેદ વિદ્યાર્થીઓ, સંશોધકો અને આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત વ્યાવસાયિકોને પરંપરાગત ભારતીય જ્ઞાનને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આગળ વધારવા અપીલ કરી. સાથે જ, ઘૂંટણના દુખાવાથી પીડિત લોકોને યોગ્ય માર્ગદર્શન હેઠળ વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ અજમાવવાની સલાહ આપી.
આ વેબિનાર GCCI ના ફેસબુક તથા યુટ્યુબ ચેનલ “OfficialGCCI” પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી શ્રી પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી (મો. 98242 21999), શ્રી રમેશભાઈ ઘેટીયા (મો. 98257 05813), શ્રી અમિતાભ ભટ્ટનાગર (મો. 80742 38017) તથા શ્રી તેજસ ચોટલીયા (મો. 94269 18900) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































