#Blog

વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોર રીચાર્જ

ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર તથા રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ સાથે સંકલિત થઈને જળ સંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રિચાર્જ બોર કરી વરસાદી પાણીનું જતન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બોર રિચાર્જ કરવામાં આવેલ. આચાર્યશ્રી ડૉ. પિયુષ વણઝારા સાહેબે જણાવેલ કે, વરસાદી શુધ્ધ પાણીનું યોગ્ય જતન કરવું ખુબ જરૂરી છે, કારણકે આવનારી પેઢીને નીરોગી રાખવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ છે તેમાંથી ૧૮૦૦ બોર થઈ ચૂકયા છે, તો તેમાં વધુ ઉમેરો થાઈ તેના માટે કાલાવડ રોડ થાતે વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજમાં વધુમાં વધુ જયા વરસાદી પાણી ભરાતું હોઈ ત્યાં બોર રીચાર્જ કરવામાં આવેલ જેનાથી જમીનના તળમાં પાણી ઉતરવાથી પાણીના લેવલ ખુબ ઊંચા આવશે. તો દરેક વિધાર્થી અને વાલીઓ એ આ કાર્ય જોઈ અને અનુકરણ કરે તે જરૂરી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આચાર્યશ્રી ડૉ. પિયુષ વણઝારા, ડૉ. નિરવ મણિયાર એચઓડી મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, ડૉ. જીતેન્દ્ર મહેતા એચ.ઓ.ડી. સિવિલ વિભાગ, ડૉ. પરેશ ધોળકિયા એચ.ઓ.ડી. ઇસી વિભાગ, ડૉ. અલ્પેશ આદેશણા એચ.ઓ.ડી.ઇલેક્ટ્રિકલ વિભાગ, ડૉ.મૌલિક ધામેચા કોમ્પ્યુટર વિભાગ, ડૉ. શ્રેયસ ધુલિયા બાયોટેકનોલોજી વિભાગ, શ્રી કિરીટભાઈ શેઠ હેડ એકાઉન્ટ વિભાગ, શ્રી ચમનભાઈ સિંધવ મિકેનિકલ વિભાગ, ડૉ.હિતેશ આસાણી સિવિલ વિભાગ ના દરેક જવાબદાર પ્રોફેસરો હાજર રહેલ અને વિધાર્થીઓને આ કાર્યને વેગ મળે એવું સમજાવેલ. આ કાર્યને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, ડૉ.દેવાંગી મૈયડ, વગેરે લોકો જેહમત ઉઠાવી રહયા .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *