શિક્ષણ, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું અનોખું સંયોજન –પાદરા તાલુકાની જલાલપુરા સરકારી શાળાએ લખી સફળતાની નવી ગાથા
પાદરા તાલુકાની જલાલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આજે સમગ્ર રાજ્ય માટે એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાળ્યું છે. આ શાળાના આચાર્ય શ્રી રમણભાઈ લિંબાચીયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની સહભાગીતાથી શાળાના કેમ્પસમાં ૬૦૦થી વધુ આંબાના વૃક્ષો વાવ્યાં હતાં. આજે આ તમામ વૃક્ષો પર કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ કેરીઓના વેચાણથી મળતી આવક શાળાને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવશે. મુખ્ય હાઇલાઇટ્સ:શાળામાં ૬૦૦થી વધુ આંબાના ઝાડો વિદ્યાર્થી અને શિક્ષકોની મહેનતે ઊભા કરાયા કેરીઓના વેચાણથી શાળા માટે નવા વોશરૂમ્સ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે રાજ્યની એકમાત્ર શાળા જેમાં જાપાનીઝ “મિયાવાકી પદ્ધતિ” દ્વારા ૩૦૦૦થી વધુ વૃક્ષોનું જંગલ તૈયાર ઔષધિય બગીચો દ્વારા વિદ્યાર્થીઓને વનસ્પતિશાસ્ત્ર અને આયુર્વેદનો આધ્યાત્મિક અભ્યાસ જન્મદિવસ પર વૃક્ષારોપણ – પર્યાવરણપ્રેમનું જીવંત સંસ્કાર વિદ્યાર્થીઓ પોતાનું ઘેરુઝાનું છોડોથી હરિયાળું બનાવી રહ્યા છે આ શાળા એક નવો માઇલસ્ટોન સ્પષ્ટ કરે છે – જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ જીવનના સાચા મૂલ્યો, પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને આત્મનિર્ભરતાની દિશામાં સુંદર યાત્રા છે. આ પ્રકારના પ્રયાસો સમગ્ર ગુજરાતની અન્ય શાળાઓ માટે દિશાસૂચક બની શકે અને સમગ્ર સમાજમાં એક Every School Self-Sustainable School નું વિઝન ઉભું કરી શકે.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































