#Blog

મંગળવારે ગાંધીનગર ખાતે સમસ્ત મહાજન દ્વારા જરૂરિયાતમંદ પાંજરાપોળોને 1 કરોડ એકાવન લાખની ધનરાશિ મુખ્યમંત્રીનાં વરદ હસ્તે અર્પણ કરાશે

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

મંગળવારે ગાંધીનગર ખાતે સમસ્ત મહાજન દ્વારા જરૂરિયાતમંદ પાંજરાપોળોને 1 કરોડ એકાવન લાખની ધનરાશિ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે અર્પણ કરાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, મિત્તલ ખેતાણી તેમજ ગુજરાતનાં ધારાસભ્યો, સંસદ સભ્યો, જાહેર જીવનનાં અગ્રણીઓ, ગૌશાળાઓ – પાંજરાપોળોનાં પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર ખાતે તા. 22 ઓગસ્ટ, મંગળવારનાં રોજ બપોરે 12 કલાકેથી યોજાશે.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *