#Blog

શ્રાવણ માસની પિતૃ અમાસ નિમિતે ૨૩૦૦ ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં કિશાન ગૌશાળામાં ખાતે આનંદોત્સવ અને વન ભોજન કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માતૃત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં ગૌને “કામધેનુ” તરીકે ઓળખવામાં આવી છે, જેને સર્વસુખ અને સમૃદ્ધિ દેનાર માનવામાં આવે છે. ગૌમાતા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ આરોગ્ય, કૃષિ, પર્યાવરણ અને સમાજજીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. દૂધ, ઘી, દહીં, મૂત્ર અને ગોબર જેવા પદાર્થો માનવજીવન માટે અમૂલ્ય દાન છે. તેથી જ ગૌ સેવા ને ભારતીય સંસ્કૃતિમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તા. ૨૩ ઓગષ્ટ, ૨૦૨૫ ના શનિવાર શ્રાવણ માસની પવિત્ર પિતૃ અમાસ નિમિતે બપોરે ૦૩:૦૦ કલાક થી રાત્રી ના ૦૯:૦૦ વાગ્યા સુધી કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે “આનંદોત્સવ અને વન ભોજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસાદી રૂપે સાત્વિક ઓર્ગેનિક આહાર તેમજ ફળાહારા પણ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે સમાજના સર્વ વર્ગના લોકો પોતાના પરિવાર અને મિત્ર વર્તુળ સાથે ઉપસ્થિત રહી ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં ભોજનનો આનંદ માણવા અવશ્ય પધારે તેવી કિશાન ગૌ શાળાના સ્થાપક ચંદ્રેશભાઈ પટેલ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ગૌમાતાના મહત્વ વિષે વિસ્તૃત માહિતિ આપવામાં આવશે. ખાસ કરીને ગૌમાતાને ઘાસ ખવડાવવાના આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. ગૌને ચારો ખવડાવવાથી માનસિક શાંતિ, સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેવો વિશ્વાસ ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાલથી રહેલો છે. કિશાન ગૌશાળા આજના સમયમાં એક આદર્શ ગૌશાળાનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યાં ૨૩૦૦ ગૌ માતા આશ્રય લઇ રહી છે,અહીં ગૌમાતા માટે ઉત્તમ ચારો, તબીબી સેવા, સ્વચ્છતા, આશ્રય તથા પર્યાવરણમિત્ર વ્યવસ્થાઓ સુલભ છે. ગૌશાળાની વ્યવસ્થા માત્ર ગૌસેવા સુધી મર્યાદિત નથી, પરંતુ ગૌ સંવર્ધન, પર્યાવરણ સંરક્ષણ અને આધ્યાત્મિક જાગૃતિમાં પણ યોગદાન આપે છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે કિશાન ગૌશાળા સ્થાપક ચંદ્રેશભાઈ પટેલ, +91 97252 19761પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *