#Blog

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર(ચ્છ), એન્કરવાલા અહિંસાધામ દ્વારા ”એક શામ ગૌમાતા કે નામ”  સુપરહીટ સદાબહાર ગીતોનો સથવારો મ્યુઝીક્લ નાઈટનું તા. 15, સપ્ટેમ્બરના રોજ આયોજન

સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સુમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

ભારતભરમાં એક અજોડ જોવા જેવું 600 એકરમાં 10 લાખ વૃક્ષોનું નંદનવન બની રહ્યું છે. જે છેલ્લા 34 વર્ષથી જીવદયા તથા પર્યાવરણ પર કાર્ય કરતી અનોખી સંસ્થા તથા 2900 થી વધુ અબોલ, અશક્ત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ, કચ્છ-પ્રાગપુર ખાતે સ્થિત છે. આ સંસ્થા દ્વારા તા. 15, સપ્ટેમ્બર, સોમવારના રોજ સાંજે ૬–૦૦ કલાકેથી, ફાઈન આર્ટસ ઓડિટોરીયમ, આર.સી.માર્ગ, પોસ્ટલ કોલોની, ચેમ્બુર, મુંબઈ – 71 ખાતે ”એક શામ ગૌમાતા કે નામ” મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મુંબઈના સુપ્રસિધ્ધ કલાકાર અમિત જાધવ પોતાના સમધુર કંઠ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.  કાર્યક્રમનું સૂત્ર સંચાલન  શ્રીમતી રૂપા ઉત્કલ ગડા – ક્રિએટિવ ઇવેન્ટ્સ (ચેમ્બુર-બાડા)  દ્વારા કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 1990માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી શરુ થયેલા ‘એન્કરવાલા અહિંસા ધામ’માં ૨૯૦૦  થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, આ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થામાં મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ ૩૫ એકરનું નંદી સરોવર, અહિંસાધામ નંદી સરોવર એ પશુ, પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા માટે બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાનાં સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિ મંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યનાં એ સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011 માં ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ ૫ણ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થામાં 100 એકરમાં પશુઓ માટે વિવિધ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, સંસ્થામાં 5 લાખ વૃક્ષોનું નંદનવન બનાવવામાં આવી રહ્યું છે. સંસ્થા પરિસરમાં જોવાલાયક અષ્ટકોણ હવાડા, 21 લીટર પાણીનો ટાંકો, પશુઓની ખાસ સારવાર માટે ICU વોર્ડ, 35 એકરમાં ફેલાયેલું નદી સરોવર છે.

એન્કરવાલા અહિંસાધામ–પ્રાગપુર (કચ્છ) આઈ.સી.યુ.માં ટ્રીટમેન્ટ લેતા અબોલ પશુઓ, સંસ્થાના જોવા લાયક વિભાગો ૩૪ વર્ષ જુનું કરૂણા મંદિર, બે આઈ.સી.યુ.હોસ્પીટલ, ૫ એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડીટોરીયમ, વીનેશાલય મ્યુઝિયમ, ૬૦૦ એકરની વિશાળ જમીન, કૈલાસ ઉપવન અને ટેકરો, ૨૦,૦૦૦ વૃક્ષોનું ઉપવન, અહિંસા પેવેલીયન, અપંગ, અંધ પશુઓ માટે આવાસ, ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉનો, જવો ઘાસના રોપા, પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવે છે.

”એક શામ ગૌમાતા કે નામ” મ્યુઝીકલ નાઈટ માટેના બાલ્કનીના પાસનું જાહેર વિતરણ તા. 09/09/2025, મંગળવાર ના સવારે-11 કલાકે (જયાં સુધી પાસ હશે ત્યાં સુધી) સ્થળ : 58, પહેલો માળ, વિજયનગર બિલ્ડીંગ, કામત હોટલની ઉપર, દાદર (વે), મુંબઇ- 400 028. ખાતે મળશે.

એન્કરવાલા અહીંસાધામ સંસ્થાને દાન આપવા માટે “Bhagwan Mahavir Pashu Raksha Kendra” HDFC Bank Ltd., Borivali (E) Branch, IFSC CODE: HDFC0001106, CD A/C NO: 50200019295950 નાં નામનો ચેક લખવો.

એન્કરવાલા અહીંસાધામ સંસ્થાની વિશેષ માહિતી માટે  મુંબઈ ખાતે આવેલ ઓફીસ મો. 97264 75555 તથા કચ્છ ખાતે આવેલ ઓફીસ મો.  70691 88555 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *