રાજકોટમાં શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.ધીરગુરુદેવની શનિવારે 44મી દીક્ષા જયંતિ અનેરવિવારે 15 કરોડના ખર્ચે મહાવીર ભવન અને જૈન બોર્ડિંગ નો ઉદ્દઘાટન સમારોહ

રાજકોટ શહેરની મધ્યમાં માલવીયા ચોક ખાતે 8,000 વાર જમીનના પ્લોટમાં જ્યાં 60-60 જૈનધર્મની દીક્ષાઓ ઉજવાયેલ છે.તે ગ્રાઉન્ડમાં ટ્રસ્ટીમંડળની શુભ ભાવનાથી “પરમાર્થ દ્રષ્ટા પરમ હિતકારી જગમેં સંત”- સૂત્રને ચરિતાર્થ કરનારા દીર્ધદ્રષ્ટા શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ.શ્રી ધીરગુરુદેવની અસીમ કૃપાથી રાજકોટના વતની હાલ કોલકાતા ડો. સી.જે.દેસાઈની સ્મૃતિમાં ચંદ્રવદનભાઈ દેસાઈ એ અદ્યતન મહાવીર ભવન અને ઈથોયીયાવાળા સુશીલાબેન ઇન્દુભાઈ બદાણી એ 6,000 સ્કેવર ફીટના મહાવીર હૉલ નામકરણમાં તેમજ 115 વર્ષ જૂની જૈન બોર્ડિંગના કાયાકલ્પનો પૂર્વ વિદ્યાર્થી અને જૈન અગ્રણી શશીકાંત જી.બદાણી એ માતબર અનુદાન અર્પણ કરી મુખ્ય નામકરણનો લાભ લીધેલ છે.
પૂ. ગુરુદેવની નિશ્રામાં જૈન બોર્ડિંગનું ભૂમિપૂજન વિધિ : તા.13-03-22 ના અને મહાવીર ભવનનું ભૂમિપૂજન વિધિ તા.15-05-22ના કરવામાં આવેલ.
બ્રિટીશરાજ અને રાજવીઓના યુગમાં જૈનવિદ્યાર્થીઓ માટે આવાસ – નિવાસ – ભોજનની આગવી સુવિધાના અભાવે ગ્રામ્ય વિસ્તારના દશાશ્રીમાળી વણિક જૈનોના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે તેવા શુભાશયથી રાજકોટના જૈનશ્રેષ્ઠી ત્રિભુવન પ્રાગજીઅને દેવજી પ્રાગજી પારેખે સેવાભાવથી સવલત આપવાની કેડી કંડારવાનો નિશ્ચય કરી શહેરની મધ્યમાં 11, હજાર વાર જમીન ખરીદ કરી 1908 માં શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનની સ્થાપના કરેલ. પરિસરમાં ત્રિભુવન ભવન, ડો. પ્રાણજીવનદાસ મહેતા અને હેમચંદ ધારશી વિદ્યાર્થી ગૃહ એમ 3 મકાનનું રાજકોટના ઠાકોર સાહેબ શ્રી લાખાજી રાજ બહાદુરના પ્રમુખ પદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વરદ્ હસ્તે તા.18-02-1925 ના ખુલ્લા મુકવામાં આવેલ.
આજ સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરી વિવિધ ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.
પુનઃ નવનિર્માણ કાયાકલ્પ : 115 વર્ષ વીતી ગયા અને જિર્ણોદ્વારની અતિ આવશ્યકતા હોવાથી ભાવી પેઢીના લાભનું વીઝન ધરાવતા પૂ.શ્રી ધીરગુરુદેવને સંવેદના થઈ અને સંસ્થાના ટ્રસ્ટીઓને માર્ગદર્શન આપ્યું કે-જે પૂર્વજો આપી ગયા છે તેને સાચવવાની જવાબદારી નિભાવવી જોઈએ. બોર્ડિંગની સાથે સર્વજન હિતાય, સર્વ જન સુખાય બની રહે તેવા આત્યાધુનિક મહાવીર ભવન અને હોલનું નિર્માણ સમાજ માટે ઐતિહાસિક સંભારણું અને આશીર્વાદરૂપ બની રહેશે.
જ્યાં આપણા વિચારોનો અંત આવે ત્યાંથી સંતની વિચારધારાનો પ્રારંભ થાય છે. તે ન્યાયે રાજકોટને 1 મહિનામાં 30 કરોડના બબ્બે મહાકાય પ્રોજેક્ટ જેમાં વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ (65,000 સ્ક્વેર ફિટ માં) અને જૈન બોર્ડિંગ સંકુલ 40,000 સ્ક્વેર ફીટ માં એમ 2 સંકુલ પ્રાપ્ત થતાં જૈન સમાજમાં હરખની હેલી છે. આપ્યું તેને અર્પણની ઉદાત્ત ભાવના નું શ્રેષ્ઠોત્તમ ઉદાહરણ છે. જે ગુરુદેવના નિ:સ્વાર્થ ભાવ અને ઉદારતાનું દર્શન કરાવે છે.
આ નવ્ય-ભવ્ય-દિવ્ય બોર્ડિંગ ના નિર્માણ માં સર્વશ્રી શશીકાંત જી. બદાણી, માસ્વામી પ્રેરિત બીનાબેન અજયભાઈ શેઠ, શેઠ ડી.એલ.ટ્રસ્ટ, નરભેરામ પાનાચંદ મહેતા, ભુપતલાલ ટપુલાલ શાહ, વસંતભાઈ ટી.તુરખીયા, પ્રમોદાબેન કે. કોટીચા, કસુંબાબેન કેશવલાલ શેઠ, હાર્દિકાબેન જગદીશભાઈ ભીમાણી, નીલમબેન જયકાંત વાધર, જ્યોતિબેન વિનોદભાઈ દોશી, કુ.ધારા જિતેન્દ્રભાઈ બેનાણી, વોરા વેલફેર ફાઉન્ડેશન, વિમળાબેન ભાઈચંદ દોશી, નિરંજનભાઇ દોશી, વનલીલા મનુભાઈ શાહ વગેરેએ વિવિધ વિભાગમાં તથા રૂમ નામકરણમાં રક્ષા અશ્વિની શાહ, હંસા હેમંતભાઈ ભાયાણી, છગનલાલ શામજી વિરાણી, રંભાબેન ગાઠાણી, ડો.દિનેશ ઉચાટ, કિશોરભાઈ કોરડીયા, કાંતિલાલ સી. દોશી, ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી, ભરત આર. મહેતા, સરલાબેન એચ. કામદાર, છોટુભાઈ મહેતા, જેકુંવરબેન દેસાઈ, માધવીબેન આર.બાવીસી, રતિલાલ રણછોડદાસ વોરા, વિજયાબેન હરિલાલ કામદાર, પ્રાણલાલ મણીલાલ પંચમિયા, ગુણવંત બારવાળીયા, હેમલતા પ્રવિણચંદ્ર શાહ, અનિલભાઈ ધુલિયા, મુકતાગૌરી રમણીકલાલ શાહ, રમાગૌરી નાનાલાલ શાહ, મહેન્દ્ર જે. અજમેરા, રતિલાલ દલીચંદ દોશી લાભાર્થી બન્યા છે.
મહાવીર ભવન નિર્માણમાં :- ડો.સી.જે. દેસાઈ, સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી, ઇશ્વરભાઇ કે.દોશી, સુરેશભાઈ વલ્લભજી વોરા, વિલાસગૌરી મણીલાલ દોશી, કૌમુદીબેન ચુનીલાલ દોશી, અંજુબેન કાર્તિકભાઈ દોશી, ચંચળબેન મોહનલાલ શાહ તેમજ પ્લેટિનમ,ડાયમંડ,ગોલ્ડન,સિલ્વર દાતામાં દાતાઓએ દાનસરિતા વહાવી છે.
સંસ્કાર-સેવા સંકુલમાં જૈન બોર્ડિંગમાં વિવિધલક્ષી હૉલ,ભોજનાલય અને 24 રૂમ, લાયબ્રેરી, સ્નેહમિલનકક્ષ, જિમનેશિયમ વગેરે તથા મહાવીરભવનમાં 60 × 100 ની સાઇઝનો વિશાળ હોલ, સેન્ટ્રલી એરકન્ડીશન,વિશાળ પાર્કિગની સુવિધા, કિચન, વર-કન્યાના અલાયદા રૂમ, અતિથિ કક્ષના વાતાનુ કુલીન 10 રૂમ, વગેરે સુવિધા સભર નયનરમ્ય બનાવવામાં આવેલ છે.
ટ્રસ્ટમંડળમાં સર્વ શ્રી મહેન્દ્ર એમ.મહેતા, અતુલ પારેખ, વિમલ પારેખ, વિપુલ પંચમીઆ, ભાવિન દોશી, નેમ મહેતા, મુકેશ વોરા, વિરેન્દ્ર પારેખ, હેમાંગ મહેતા, સુભાષ બાવીસી, દિપક ભીમાણી, ઈન્દુ બદાણી, મુકેશ કામદાર, અચ્યુત જસાણી કાર્યરત છે. તેમજ રજનીભાઇ બાવીસી, જીતુભાઈ બેનાણી, ડો. દર્શિતા શાહ, બકુલેશ રૂપાણી, મયુર શાહ, તારક વોરા, પ્રદીપ દોશી, દિપેન કોઠારી, કેયુર શેઠ, વગેરેની સેવા પ્રશંસનીય છે. આર્કિટેકટ રીખવ સંઘવી, શ્રીમતી હેમલ સંઘવી, સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનીષ દોશી, અને બાંધકામમાં વિનસ ગ્રીન કંપની કાર્યરત છે.
દીક્ષાજયંતિ અનુમોદના:- પૂ. શ્રી ધીરગુરુદેવની 44મી દીક્ષા જયંતિ ઉપલક્ષે વિધાર્થી ભુવન અને શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા.14 ના સમૂહ આયંબિલ તપ, અભય ભારદ્વાજ હોલમાં અને તા. 14 અને 15 ના વૈશાલીનગર ખાતે જશ-પ્રેમ-ધીર સંકુલ મેડિકલ સેન્ટરમાં હાડકા, સ્ત્રીરોગ,આંખની તપાસ માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન છે. તા.15ના સવારે 9:30 થી 12:30 કલાકે હેમુગઢવી હોલમાં યુવાદાતા પ્રણય સી. દેસાઈ અને ધ્રુમન શાહની અધ્યક્ષતામાં સંયમ અભિવંદના સમારોહ યોજાશે.
ક્ષેત્ર વિશુદ્ધિ જાપ: તા.15 ના બપોરે 4 થી 5 કલાકે મહાવીર ભવન, માલવીયા ચોક, પરિસરમાં ક્ષેત્ર વિશુદ્ધિ જાપ રાખેલ છે.
ઉદ્ઘાટન સમારોહ :- તા.16 ને રવિવારે અબતક પરિવાર પ્રેરિત સવારે નવકારશી બાદ 9-00 કલાકે રાષ્ટ્રીય શાળાથી વાજતે ગાજતે શોભાયાત્રા અને મહાવીર ભવન ઉદ્દઘાટન સમારોહ અમેરિકાના શ્રી જયંતભાઈ કામદારના પ્રમુખ પદે યોજાશે.
આ પ્રસંગે સર્વ શ્રી ચંદ્રવદનભાઈ દેસાઈ, હિરેનભાઈ શાહ, અરવિંદભાઈ ગોડા, મહેન્દ્રભાઈ દોશી, અનિલભાઈ ઓમનવાળા, દિનેશભાઈ ગાઠાણી, અભયભાઈ સરવૈયા, માલિનીબેન સંઘવી, પ્રફુલભાઈ મોદી, શરદભાઈ શેઠ, બકુલેશભાઈ વિરાણી, રમેશભાઈ વોરા, દર્શનાબેન દોશી, નિમેષભાઈ કોઠારી, હિમાંશુભાઈ બોટાદરા, અતુલ દોશી, મિતેશ સંઘવી, અનિશ બદાણી, શશીકાંતભાઈ શેઠ, પ્રફુલાબેન કામદાર વગેરે દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહેશે.
નવ્ય આયોજનમાં 1.11 કરોડમાં અતિથિ હાઉસ, 51 લાખ જિમનેશિયમ, 25 લાખમાં ડાઇનિંગ કક્ષ, 36 લાખમાં નવકાર તકતી, 36 લાખમાં ચતારિ મંગલં તકતી, 15 લાખ લીફ્ટ, 15 લાખ કન્યા રૂમ, 15 લાખ સોલાર, 11 લાખ ડીલક્ષ રૂમ વગેરે વિભાગમાં દાતાઓને સહભાગી બનવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે વિમલ પારેખ મો.9824260760 નો સંપર્ક કરવા જણાવ્યું છે.